
વસાવે રાજેશ દાહોદ
બિરસામુંડા સમાજ ભવન ખાતે ભાઈ વિરેન્દ્રભાઈ ભાભોર દ્વારા પોતાના જન્મદિન નિમિતે આજ રોજ ગામના નિરાધાર અને વિધવા માતા-બહેનોને હોળીના ફસલી તહેવાર નિમિતે રાશન કીટ અને ખજૂર આપી એમના જન્મદિવસની ઉજવણી કરી
બિરસામુંડા સમાજ ભવન ખાતે, ઉસરવાણ ગામ ટીંડોરી ફળિયાના આદરણીય ભાઈ શ્રી. વિરેન્દ્રભાઈ ભાભોર દ્વારા પોતાના જન્મદિન નિમિતે આજ રોજ બિરસામુંડા સમાજ ભવન પર ગામના નિરાધાર અને વિધવા માતા-બહેનોને હોળીના ફસલી તહેવાર નિમિતે ૫૦ જેટલી રાશન કીટ અને ખજૂર આપી એમના જન્મદિવસની ઉજવણી કરી હતી. ત્યારે આ અવસરે બધી માતા-બહેનોએ એમના જન્મદિવસ ની શુભકામનાઓ સાથે આશીર્વાદ પાઠવ્યા. આદરણીય વિરેન્દ્રભાઈ ભાભોરે પોતાના જન્મદિવસના અવસર પર સારા કર્યો કરી
જન્મદિવસની ઉજવણી કરવા બધા યુવાઓને પ્રેરણાં પૂરી પાડી એક સંદેશો પાઠવ્યો, આ શુભ પ્રસંગે બિરસામુંડા ભવન પર આવેલ માતા-બહેનો ને ભવન ના ઉપપ્રમુખ નયનકુમાર ખપેડ અને સહમંત્રી રાજેશભાઈ ભાભોર દ્વારા વૃદ્ધપેન્શન, વિધવાપેન્શન, આયુષ્યમાન ભારતકાર્ડ તથા આરોગ્યલક્ષી માહિતી આપી. આદરણીય વિરેન્દ્રભાઈ ભાભોર ના આ ભગીરથ કાર્યને આવકારી આભાર માન્યો.