
દાહોદનાં નવજીવન કોલેજ મેદાનમાં આગામી તા. ૨૬ મીના રોજ સાંસદ ઢોલ મેળો યોજાશે.
દાહોદ, તા. ૨૩
દાહોદનાં નવજીવન કોલેજ મેદાન ખાતે આગામી તા. ૨૬ ફેબ્રુઆરી, રવિવારના રોજ ૧૬ માં સાંસદ ઢોલ મેળાનું આયોજન કરાયું છે. દેશ સહિત ગુજરાતના વિવિધ પ્રાંત પ્રદેશની આગવી શૈલી સાથેની નૃત્ય મંડળીઓ આ ઢોલ મેળામાં ઉત્સાહભેર ભાગ લેશે.
પરંપરાગત આદિવાસી સંસ્કૃતિની સાથે વૈવિધ્યપૂર્ણ સાંસ્કૃતિક નૃત્યશૈલીને એક જ સ્થળે જોવા, માણવા અને જીવંત રાખવાના ઉદ્દેશને ઉજાગર કરવા આદિજાતિ વિસ્તાર પેટા યોજના, દાહોદ અને ભીલ સમાજ સુધારણા મંડળ, દાહોદ દ્વારા આ ઢોલ મેળાનું આયોજન કરાયું છે. દેશ સહિત ગુજરાતના વિવિધ પ્રાંત પ્રદેશની આગવી શૈલી સાથેની નૃત્ય મંડળી આ
ઢોલ મેળામાં ભાગ લેનારી છે. મેળામાં ભાગ લેનારી નૃત્ય મંડળીઓની સ્પર્ધા પણ યોજાશે. પ્રથમ ૨૦ નૃત્ય મંડળીઓ આકર્ષક અને રોકડ પુરસ્કાર તથા ભાગ લેનાર તમામ ઢોલ મંડળીઓને પ્રોત્સાહક ઇનામ આપવામાં આવશે. આગામી રવિવારે સવારે ૧૦ કલાકે ઝાલોદ રોડ સ્થિત નવજીવન કોલેજના મેદાનમાં આ કાર્યક્રમનું આયોજન કરાયું છે. તેમ કાર્યક્રમના નિમંત્રક પ્રાયોજના વહીવટદાર શ્રી એસ.જે. પંડયા તેમજ ભીલ સમાજ સુધારણા મંડળ, દાહોદનાં પ્રમુખ શ્રી નગરસિંહ પલાસે જણાવ્યું છે.
૦૦૦