
*નહેરુ યુવા કેન્દ્ર દાહોદ અને જે એન્ડ આર કોલેજ ઓફ એજ્યુકેશન દાહોદના સંયુક્ત ઉપક્રમે કારકિર્દી માર્ગદર્શન યોજાયો*
૦૦૦ન
હેરુ યુવા કેન્દ્ર દાહોદ તેમજ જે એન્ડ આર કોલેજ ઓફ એજ્યુકેશન દાહોદના સંયુક્ત ઉપક્રમે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. જેનો સો જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો.
ભારત સરકારના યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય અંતર્ગત નહેરુ યુવા કેન્દ્ર દાહોદ અને જે એન્ડર કોલેજ ઓફ એજ્યુકેશન દ્વારા કેરિયર ગાઈડન્સ વર્કશોપ તા. 10-2-2023 ના રોજ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સો જેટલા યુવાન યુવતીઓએ ભાગ લીધો હતો. આ કાર્યશિબિરમાં યુવાનોને આત્મનિર્ભ ભારત, સ્વરોજગારી, સ્ટાર્ટઅપ ઇનોવેશન, સ્પર્ધાત્મક પરીક્ષા તેમજ કારકિર્દી વિશે માહિતી વિવિધ વિષયના તજજ્ઞ જેવા કે શ્રી મૌલિક શ્રોત્રિય, પ્રો. શેખ મહંમદ ઈશક, પ્રો. મહેશ ચુડાસમા, પ્રો. કે. ટી. જોશી દ્વારા યુવાનોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કોલેજના આચાર્યશ્રી તથા કેમ્પસના જોઈન્ટ ડાયરેક્ટર શ્રી ચંદ્રેશભાઇ ભુતા સાહેબ કોલેજના અધ્યાપક ગણ તથા નેહરુ યુવા કેન્દ્ર, દાહોદના એકાઉન્ટ અને પ્રોગ્રામ સુપરવાઇઝર શ્રી અશોકભાઈ પરમાર તેમજ પરેશભાઈ સુથાર તેમજ રાષ્ટ્રીય સેવા કર્મીઓ હાજર રહીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
૦૦૦