
ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે બન્યો રક્તરંજીત..
દાહોદ નજીક જેકોટ પાસે ટ્રેક્ટર પલ્ટી મારતા પાછળ આવતા ત્રણ વાહનો અથડાતા એકનું મોત:એક ઈજાગ્રસ્ત..
ટ્રેક્ટર પલટી મારતા પાછળથી આવેલા ટેમ્પોએ બ્રેક મારતા એકટીવા ચાલક ટેમ્પા જોડે અથડાયો..
દાહોદ તા.07
દાહોદ તાલુકાના જેકોટ નજીક ઇંદોર અમદાવાદ નેશનલ હાઈવે પર પુરપાટ જઈ રહેલા ટ્રેક્ટર એકાએક પલટી મારતા તે સમયે પાછળ આવી રહેલા ત્રણ વિકલોને અકસ્માત નડતા સર્જાયેલા માર્ગ અકસ્માતના બનાવમાં એકનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત થવા પામ્યા છે. સવારના સમયે પીકઅવારમાં થયેલા માર્ગ અકસ્માતના બનાવવાનો પગલે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. થોડીક જ વારમાં ઘટના સ્થળે પહોંચેલી તાલુકા પોલીસ મથકના પીએસઆઇ તેમજ તેમની ટીમેં વાહનોને રોડની સાઈડમાં ખસેડી વાહન વ્યવહાર પૂર્વવત કરવાની કવાયતમાં જોડાયા હતા. જ્યારે મરણ જનાર ઈસમની લાશને દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલી દેવામાં આવ્યા હતા. સવારના 10:30 વાગ્યાના અરસામાં પૂર ઝડપે જઈ રહેલા ટ્રેક્ટર ના ચાલાકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેક્ટર પલટી માર્યું હતું. અને ટેકટર ચાલક હવામાં ફંગોલાઇ ને જમીન પર પટકાયો હતો. તે સમયે પાછળથી આવી રહેલા ટેમ્પોએ ઓચિંતા બ્રેક મારી હતી. જેના પગલે પાછળ આવી રહેલા એકટીવા ચાલક ટેમ્પો સાથે અથડાયો હતો તે જ સમયે એકટીવા ની પાછળ આવી રહેલા ડમ્પર ચાલકે એકટીવા ચાલકને અડફેટમાં લેતા ટેમ્પો અને ડમ્પર વચ્ચે એકટીવાનો છૂંદુ વળી ગયું હતું. જ્યારે એકટીવા ચાલકનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોતની પચ્યું હતું.