Monday, 14/07/2025
Dark Mode

માતા-પિતા સાવધાન..!!સોશિયલ મીડિયામાં છવાઈ રહેવાની છેલછામાં તમારા બાળકો પોતાનું જીવ જોખમમાં તો નથી મૂકી રહ્યા ને..?દાહોદ નજીક દિલ્હી-મુંબઈ રેલમાર્ગ પર પોતાનું જીવ જોખમમાં મૂકી રીલ બનાવતા ટીનેજર્સ બાળકો RPF ના હાથે ઝડપાયા..

January 27, 2023
        2015
માતા-પિતા સાવધાન..!!સોશિયલ મીડિયામાં છવાઈ રહેવાની છેલછામાં તમારા બાળકો પોતાનું જીવ જોખમમાં તો નથી મૂકી રહ્યા ને..?દાહોદ નજીક દિલ્હી-મુંબઈ રેલમાર્ગ પર પોતાનું જીવ જોખમમાં મૂકી રીલ બનાવતા ટીનેજર્સ બાળકો RPF ના હાથે ઝડપાયા..

માતા-પિતા સાવધાન..!!

સોશિયલ મીડિયામાં છવાઈ રહેવા તમારા બાળકો પોતાનું જીવ જોખમમાં તો નથી મૂકી રહ્યા ને..?

દાહોદ નજીક દિલ્હી-મુંબઈ રેલમાર્ગ પર પોતાનું જીવ જોખમમાં મૂકી રીલ બનાવતા ટીનેજર્સ બાળકો RPF ના હાથે ઝડપાયા..

આરપીએફ પોલીસે બાળકોને ડિટેઇન કરી વાલી વારસોને બોલાવી વોર્નિંગ આપી છોડી મૂક્યા હતા.

દાહોદ તા.28

માતા-પિતા સાવધાન..!!સોશિયલ મીડિયામાં છવાઈ રહેવાની છેલછામાં તમારા બાળકો પોતાનું જીવ જોખમમાં તો નથી મૂકી રહ્યા ને..?દાહોદ નજીક દિલ્હી-મુંબઈ રેલમાર્ગ પર પોતાનું જીવ જોખમમાં મૂકી રીલ બનાવતા ટીનેજર્સ બાળકો RPF ના હાથે ઝડપાયા..

#પ્રતિકાત્મક તસ્વીર 

દાહોદ નજીક પશ્ચિમ રેલવેના અતિ વ્યસ્ત ગણાતા તેમજ 24 કલાક સુપરફાસ્ટ ગાડીઓની અવરજવરથી ધમધમતા દિલ્હી-મુંબઈ રેલમાર્ગ પર કેટલાક ટીનેજર્સ બાળકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ માટે રીલ બનાવવા ગેરકાયદેસર રીતે પોતાનું જીવ જોખમમાં મૂકી વિડીયો શુટીંગ કરી રહ્યા હતા. જે અંગેની જાણકારી દાહોદ આરપીએફ ને થતા આરપીએફના જવાનો દ્વારા બાળકોને ડિટેઇન કરી પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા.જ્યાં તેમના વાલીવારસોને બોલાવી બાળકોને સમજાવી વોર્નિંગ આપી છોડી મૂક્યા હતા.

 

 

21 મી સદીના આધુનિક જમાનામાં ભારત સહિત વિશ્વમાં ઇન્ટરનેટે ભારે ક્રાંતિ મચાવી છે. જેના પગલે સમગ્ર વિશ્વની અનેકવિધ જાણકારીઓ ફક્ત એક ક્લિકમાં ઘર બેઠા પ્રાપ્ત થઈ જાય છે. આજના આધુનિક યુગમાં સંશોધન તેમજ ભણતર પણ હવે ઇન્ટરનેટના માધ્યમથી થાય છે. ઇન્ટરનેટના ફાયદા અને નુકસાન બંને છે.જરૂરિયાતમંદ માટે પોતાનું જનરલ નોલેજ વધારવા તેમજ 21 મી સદીમાં પોતાને વિશ્વ સાથે તાલમેલ મેળવી ટેક્નોલોજીના માધ્યમથી દુનિયાની સાથે કદમ થી કદમ મિલાવી ચાલવા માટે ઉત્તમ ઉદાહરણ છે. પરંતુ પરંતુ સિક્કાની બે બાજુ હોય છે એક સારી અને ખરાબતેવી જ રીતે ઇન્ટરનેટનું માધ્યમ એક બાજુ લોકો માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યું છે ત્યારે ઇન્ટરનેટની ગેરલાભની વાત કરીએ તો આજના આધુનિક યુગની નવી પેઢી પોતાના જૂના અને પારંપરિક વારસામાં મળેલા સંસ્કારોને નેવે મૂકી સોશિયલ મીડિયાની ઝાકમઝોળ ભરી દુનિયામાં અંજાઈ ગયો છે.ભણવા અને રમવાની ઉંમરમાં ટીનેજર્સ બાળકો સોશિયલ મીડિયામાં છવાઈ રહેવા માટે કોઈપણ હદ પાર કરવા માટે તત્પર બન્યા છે. જે કેટલાક કિસ્સાઓમાં જોખમી પણ સાબિત થાય છે. તેમાંએ ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ તેમજ ફેસબુક પ્લેટફોર્મ પર સોશિયલ મીડિયામાં છવાઈ રહેવા તેમજ પોતાને બીજા કરતા ચડિયાતો સાબિત કરવા આજના ટીનેજર્સ બાળકો કોઈપણ હદ વટાવી જાય છે. જે આજની આધુનિક પેઢી માટે ઘાતકરૂપ છે. સોશિયલ મીડિયાનો ક્રેઝ હવે મધ્ય ગુજરાતના આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં પણ નવી પેઢીના સર ચઢીને બોલી રહ્યો છે. સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર આદિવાસી વિસ્તારમાંથી આવતા ટીનેજર્સ બાળકોના અવનવા વિડીયો તેની ગવાહી પુરે છે. તાજેતરમાં કેટલાક યુવાનોએ સોશિયલ મીડિયામાં રિલ બનાવવા માટે પોતાનું જીવ જોખમમાં મૂકી રેલવે ટ્રેક પર આવી પહોંચ્યા હતા. ટીનેજર્સ બાળકો બેગ્રાઉન્ડમાં રેલવેના ટ્રેક દર્શાવવા માટે રેલવે ટ્રેક પર મોબાઈલ દ્વારા વિડીયો શુટીંગ કરી રહ્યા હતા. પરંતુ તેઓ ભૂલી ગયા હતા કે જે જગ્યાએ તેઓ રીલ બનાવવા માટે મોબાઈલ દ્વારા શૂટિંગ કરી રહ્યા છે. તે પશ્ચિમ રેલવેનો અતિ મહત્વપૂર્ણ રેલમાર્ગ છે.આ રેલમાર્ગ પર દિવસ રાત સુપરફાસ્ટ ટ્રેનોની અવરજવર થતી હોય છે. જેના પગલે આવા અતિ વ્યસ્ત રેલવે ટ્રેક પર વિડીયો શુટીંગ કરવું કેટલું જોખમી છે.? તેની કલ્પના માત્ર કાળજુ કંપાવી દે તેમ છે. ગઈકાલે કેટલાક ટીનેજર્સ બાળકો દ્વારા દાહોદ નજીક રેલવે ટ્રેક પર રિલ્સ બનાવવા માટે પોતાને જીવ જોખમમાં મૂકી શૂટિંગ કરી રહ્યા હોવાની જાણકારી દાહોદ આરપીએફને થતા દાહોદ રેલવે સ્ટેશનના આરપીએફના આઈપીએફ લીનેશ બૈરાગીના નેતૃત્વમાં આરપીએફના જવાનો દ્વારા ટીનેજર્સ બાળકોને રેલમાર્ગ પરથી પકડી આરપીએફ કાર્યાલય ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓના વાલી વારસોને બોલાવી આરપીએફ પોલીસ દ્વારા વોર્નિંગ આપી છોડી દેવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખની છે કે 21 મી સદીના આધુનિક યુગમાં ભાગદોડ ભરી લાઈફ સ્ટાઇલમાં આવા કિસ્સાઓ માતા પિતા માટે લાલબત્તી સમાન સાબિત થઈ શકે તેમ છે. પોતાનો બાળક સોશિયલ મીડિયા પર શું કરી રહ્યો છે? તેની રોજીંદી ગતિવિધિ તેમજ તેની સંગત વિશે જાણકારી રાખવી અત્યંત આવશ્યક બની જવા પામી છે. પોતાનું બાળક સોશિયલ મીડિયાની ઝાકમઝોળ દુનિયામાં ખોવાય તે પહેલા જ માતા પિતાએ પોતાના બાળકને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડી તેને સાચી દિશા દેખાડે જેથી બાળકનું સાચું ઘડતર થાય અને તેનું ભવિષ્ય તેમજ કેરિયર સારું અને ઉત્તમ બનાવે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!