
દાહોદ પોલીસમાં આંતરિક બદલીઓનો દોર..
દાહોદ જિલ્લા પોલીસવડાએ 5 પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલી નો ગંજીફો ચીપિયો
આંતરિક બદલીઓના દોરમાં દાહોદ પોલીસની ચાર શાખાઓ તેમજ એક પોલીસ મથકના પીઆઈ બદલાયા…
અગામી નજીકના સમયમાં પોલીસ સબ-ઇન્સ્પેકટરોની આંતરિક બદલીઓ થવાના અણસાર…
દાહોદ તા.25
દાહોદ જિલ્લા પોલીસવડાએ વહીવટી કારણોસર જિલ્લામાં છ જુદી જુદી શાખાઓ તેમજ પોલીસ મથકોમાં ફરજ બજાવતા 5 જેટલાં પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીઓ કરવામા આવી છે
દાહોદ જિલ્લા પોલીસવડા બલરામ મીણાએ દાહોદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ મજબૂત કરવા તેમજ વહીવટી કારણોસર જિલ્લાની વિવિધ શાખાઓ તેમજ પોલીસ મથકોમાં ફરજ બજાવતા પાંચ જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીનો ગંજીપો ચીપાયો છે જેમાં દાહોદ એલસીબી શાખામાં ફરજ બજાવતા પી.આઈ એમ કે ખાંટને લીમખેડા પોલીસ મથકના પીઆઇ તરીકે બદલી કરવામાં આવી છે ત્યારે તેમની જગ્યાએ એસ ઓ જી શાખામાં ફરજ બજાવતા રાજેશ કાનમિયાની એલસીબી પીઆઇ તરીકે બદલી કરવામાં આવી છે તેમજ એલઆઈબી શાખામાં ફરજ બજાવી રહેલા ડી,એમ હરીપરાને પેરોલ ફર્લો સ્કોર્ડના ઇન્ચાર્જ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે જ્યારે ઇન્ચાર્જ પેરોલ ફર્લોમાં ફરજ બજાવી રહેલા ડી ડી પઢીયાર ની LIB શાખામાં નિયુક્તિ કરવામાં આવી છે સાથે સાથે લીમખેડા પોલીસ મથકમાં ફરજ બજાવતા એસ એમ ગામેતીને દાહોદ એસ ઓ જી શાખાના પીઆઈ તરીકે બદલી કરવામાં આવી છે ઉપરોક્ત બદલીઓમાં એલસીબી તેમજ એસ.ઓ.જી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટરોની તંદન હંગામી ધોરણે સક્ષમ અધિકારીની બહાલી મળવાની અપેક્ષાએ કામગીરી કરવા હુકમ કરાયો છે અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસવડા દ્વારા કરવામાં આવેલી બદલીઓમાં કાયદો અને વ્યવસ્થા તેમજ વહીવટી કારણો દર્શાવવામાં આવ્યા છે પરંતુ આ બદલીઓ તાજેતરમાં ધાનપુર રેફરલ હોસ્પિટલમાંથી અપહરણ કરાયેલા એક માસના બાળકની ઘટના સંદર્ભે બદલીઓ કરાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે .ત્યારે જિલ્લા પોલીસવડા બલરામ મિણાએ ઓચિંતા પોલીસ ઇન્સ્પેકટરોની બદલીનો ગંજીફો ચીપતા પોલીસબેડામાં ચકચાર મચી જવા પામી હતી