Monday, 14/07/2025
Dark Mode

વ્યાજખોરો વિરુદ્ધ દાહોદ એ ડિવિઝન પોલીસે લડતના મંડાણ કર્યા:ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતા એક શાહુકારને ફરિયાદના આધારે ઝડપી પાડી જેલ ભેગો કરવામાં આવ્યો.

January 8, 2023
        1915
વ્યાજખોરો વિરુદ્ધ દાહોદ એ ડિવિઝન પોલીસે લડતના મંડાણ કર્યા:ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતા એક શાહુકારને ફરિયાદના આધારે ઝડપી પાડી જેલ ભેગો કરવામાં આવ્યો.

વ્યાજખોરો વિરુદ્ધ દાહોદ એ ડિવિઝન પોલીસે લડતના મંડાણ કર્યા 

ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરતા એક શાહુકારને ફરિયાદના આધારે ઝડપી પાડી જેલ ભેગો કરવામાં આવ્યો

દાહોદ તા.07

દાહોદ શહેરમાં એક વ્યાજખોરના ત્રાસથી એક જાગૃત નાગરિકે દાહોદ પોલીસને જાણ કરતાં પોલીસે એક ગેરકાયદેસર રીતે વ્યાજનો ધંધો કરતાં ઈસમને ઝડપી પાડી જેલ ભેગો કર્યાનું જાણવા મળે છે.

દાહોદ શહેર સહિત જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા ગેરકાયદેસર રીતે વ્યાજનો ધંધો કરતાં ઈસમો પર લગામ કસવા માટે એક્શન પ્લાન બનાવ્યો છે. વ્યાજખોરો દ્વારા ગરીબ, લાચાર વ્યક્તિઓ પાસેથી ઉંચા વ્યાજદરે નાણાં ધિરાણ કરી લોકોનું શોષણ કરી રહ્યાં છે ત્યારે દાહોદ જિલ્લા પોલીસ દ્વારા એક મુહિમ હાથ ધરી આવા વ્યાજખોરો વિશે જાણકારી આપી લોકોની મદદ કરવા અપીલ કરી છે ત્યારે દાહોદ શહેરમાં ગોધરા રોડ ખાતે રહેતાં મન્સુર જેનુદીન ટીનવાલાએ દાહોદ શહેરના મારવાડી ચાલ પાસે રહેતા રાજુભાઈ ઉદેસીંગ સાંસી વિરૂધ્ધ દાહોદ એ. ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે વ્યાજખોર રાજુભાઈ ઉદેસીંગભાઈ સાંસી વિરૂધ્ધ ગુનો નોંધી તેની તાત્કાલિક ધોરણે ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉપરોક્ત ઝડપાયેલ ઈસમ દાહોદ રેલવે વિભાગના કર્મચારીઓમાં બહોળું નેટવર્ક ધરાવતો હોવાની ચર્ચાઓએ ભારે જાેર પકડ્યું છે જેમાં રેલ્વેના કર્મચારીઓ પાસેથી તે પગારની ચોપડીઓ લઈ વ્યાજ પેટે નાણા આપતો હોય છે તેમજ આ ઈસમના દાહોદ શહેરમાં અનેક મકાનો ભાડા પેટે પણ ચાલતા હોય છે. ઉપરોક્ત ઈસમ દ્વારા નાણાની પઠાણી ઉઘરાણી કરતો હોવાની પણ ભારે ચર્ચાઓએ જાેર પકડ્યું છે ત્યારે પોલીસ તંત્ર દ્વારા સઘન તપાસ નો ધમધમાટ આરંભ કરવામાં આવે તો અનેક સઘળી હકીકતો બહાર આવે તેમ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!