
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા-દાહોદ નેશનલ હાઇવે પર પેટ્રોલ પંપ નજીક બે બાઈકો વચ્ચે અકસ્માતમાં બન્ને બાઈક ચાલકો ઈજાગ્રસ્ત…
ગરબાડા તા.05
પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા દાહોદ નેશનલ હાઇવે પર અવારનવાર બાઈક ચાલકોની ગફલત અને બેદરકારીના લીધે અકસ્માતો સર્જાતા હોય છે જેમાં આજે વધુ એક ગરબાડા નેશનલ હાઇવે પર ભારત પેટ્રોલ પંપ નજીક બે બાઈક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો.જે અકસ્માતમાં બાઈક ચાલકોને ઈજા પહોંચતા તેને 108 મારફતે સારવાર માટે દાહોદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અકસ્માતની ઘટનાની જાણ થતા ગરબાડા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.