Sunday, 08/09/2024
Dark Mode

દાહોદ જિલ્લા ડી.આર.ડી.એ ખાતે પોષણકર્મીઓની તાલીમ : ગતિશીલ ગુજરાત અંતર્ગત ૧૦૦ દિવસમાં ૮૪ હજાર આધારકાર્ડ માટેનો લક્ષ્યાંક

December 29, 2022
        2954
દાહોદ જિલ્લા ડી.આર.ડી.એ ખાતે પોષણકર્મીઓની તાલીમ : ગતિશીલ ગુજરાત અંતર્ગત ૧૦૦ દિવસમાં ૮૪ હજાર આધારકાર્ડ માટેનો લક્ષ્યાંક

બાબુ સોલંકી :- સુખસર

દાહોદ જિલ્લા ડી.આર.ડી.એ ખાતે પોષણકર્મીઓની તાલીમ : ગતિશીલ ગુજરાત અંતર્ગત ૧૦૦ દિવસમાં ૮૪ હજાર આધારકાર્ડ માટેનો લક્ષ્યાંક

બાળકોના પોષણ, પૂર્વ પ્રાથમિક શિક્ષણ સહિતની બાબતો અંગે પોષણકર્મીઓને સમજ અપાઇ

સુખસર,તા.29

દાહોદ જિલ્લા ડી.આર.ડી.એ ખાતે પોષણકર્મીઓની તાલીમ : ગતિશીલ ગુજરાત અંતર્ગત ૧૦૦ દિવસમાં ૮૪ હજાર આધારકાર્ડ માટેનો લક્ષ્યાંક

દાહોદની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે જિલ્લા વિકાસ અઘિકારી સુશ્રી નેહા કુમારી તથા જિલ્લા પ્રોગ્રામ ઓફિસર શ્રી ઇરાબેન ચૌહાણ દાહોદના માર્ગદર્શન હેઠળ પોષણકર્મીઓની તાલીમ કાર્યક્રમ ગત તા. ૨૬ ના રોજ યોજાયો હતો.જેમાં આઇસીડીએસ શાખા હસ્તકના તાલુકા કક્ષાના બ્લોક કો-ઓડીનેટર(NNM), બ્લોક કો-ઓડીનેટર ડીસ્મુ, પા પા પગલી ઇન્સ્ટ્રકટર, આઘાર ઓપરેટર અને બ્લોક ન્યુટ્રીશન મેનેજરને આઇસીડીએસની યોજનાઓ, આઘાર, પા પા પગલી અને પોષણ સુઘા તથા પોષણ અભિયાનની આંગણવાડી કક્ષાએ આંગણવાડી કાર્યકર દ્વારા કરવામાં આવતી દરરોજની કામગીરીની એન્ટ્રી પોષણ ટ્રેકરમાં કરવામાં આવે છે તે બાબતેનું ઇન્ડીકેટર વાઇઝ રીવ્યુ તથા બ્લોક કોઓડીનેટરને પોષણ ટ્રેકર સહિતની તાલીમ આપવામાં આવી હતી. 

મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંઘીનગર દ્વારા કરવામાં આવતા રીવ્યુમાં દાહોદ જિલ્લાની કામગીરીમાં સુઘારો લાવવા માટે તમામ કર્મચારીઓને એન્ટ્રી સચોટ અને સાચી કરવા તથા રોજે રોજ ઓફિસ આવી ૧૧-૦૦ કલાકે સીડીપીઓ, મુખ્ય સેવિકાના પોષણ ટ્રેકરનું ડેશ બોર્ડની ચકાસણી કરી આંગણવાડી કાર્યકર જેની એન્ટ્રી બાકી હોય તેમને પુર્ણ કરાવવા સુચના આપવામાં આવી હતી.

 પોષણ સુઘા યોજના અંતર્ગત સગર્ભા, ઘાત્રી માતાઓને એક ટંકનું પુરક પોષણ ભોજન આપવા અંગે નોંઘાયેલ લાભાર્થી આ યોજનાનો પુરેપુરો લાભ લે તથા આંગણવાડી કાર્યકર મોબાઇલમાં પોષણ સુઘા યોજનાની એન્ટ્રી સમયસર કરવા જણાવાયું હતું.

આઘાર યોજના અંતર્ગત તમામ વ્યક્તિઓના ગતિશીલ ગુજરાત ૧૦૦ દિવસ અંતર્ગત ૮૪,૦૦૦ હજાર આઘાર કાર્ડ કાઢવા માટેનો લક્ષ્યાંક અપાયો હતો. જે સમયસર પુર્ણ કરવા માઇક્રોપ્લાન મુજબ ૧૦૦% કામગીરી કરવા જણાવવામાં આવ્યુ.

 પા પા પગલી પ્રોજેક્ટ અંતર્ગત આંગણવાડી કેન્દ્રોમાં પુર્વ પ્રાથમિકનું શિક્ષણ તમામ આંગણવાડી કેન્દ્રોમાં અપાય તેની તકેદારી રાખવા તથા પા પા પગલી ઇન્સ્ટ્રકટર ફિલ્ડમાં યોગ્ય પ્રવૃત્તિ કરી બાળકોને બૌદ્ધિક વિકાસ થાય તે અંગે ધ્યાન આપવા જણાવવામાં આવ્યું. 

 આઇસીડીએસની તમામ યોજનાનું જિલ્લા અને ઘટક કક્ષાએથી આંગણવાડી કેન્દ્રોમાં કાર્યકરનું રોજે રોજ મોનીટરીંગ કરવા સુચના અપાઇ હતી તથા તમામ યોજનાનું ૧૦૦% કામગીરી થાય તેવુ આયોજન કરવા જણાવવામાં આવ્યુ. 

આંગણવાડી કાર્યકર-તેડાગરના કાર્યો અને ફરજોમાં જણાવ્યા મુજબ આંગણવાડી કેન્દ્ર નિર્ઘારીત સમય મુજબ ખુલ્લુ રાખવા તથા બાળકોની આરોગ્ય અને પોષણની સેવાઓ પુરી પાડવી, બાળકોની વૃઘ્ઘિ-વિકાસ દેખરેખ, રેકર્ડ અદ્યતન, કુપોષિત, મઘ્યમ અને અતિકુપોષિત બાળકોને ઓળખવા અને તબીબી સારવાર આપવી જેવી તમામ કામગીરી કરવામાં બેદરકારી કે નિષ્કાળજી દાખવવા બદલ આંગણવાડી કાર્યકર/તેડાગરની માનદ સેવા સમાપ્ત કરવામાં આવશે તેવી તાકીદ કરવામાં આવી. 

આંગણવાડીમાં બાળકો નિયમિત આહાર લે તે સુનિશ્વિત કરવાનું રહેશે. ગ્રામ્ય કક્ષાએ ગામલોકો દ્વારા આંગણવાડી મુલાકાત દરમ્યાન આરોગ્ય,પોષણ અને સ્વચ્છતા બાબતે કંઇ પણ રજુઆત હશે તો આંગણવાડી વર્કર/તેડાગર ની જવાબદારી નકકી કરી માનદસેવા સમાપ્ત કરવા તાકીદ અપાઇ હતી. આઇ.સી.ડી.એસ.ની સેવાઓથી તેમજ પોષણથી વંચિત ન રહે તે માટે સંબંઘિત ગ્રામજનોએ જાગૃત રહી આપના ગામની આંગણવાડી કેન્દ્રોની તકેદારી રાખવા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!