
રાજેશ વસાવે, દાહોદ
દાહોદ તાલુકાના રળીયાતી ગામે આધેડ ઉમરના અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવતા ચકચાર..
દાહોદ તાલુકાના રળીયાતી ગામે એક આધેડ ઉંમરના અજાણ્યા વ્યક્તિની લાશ મળી આવતા ગામના સરપંચ દ્વારા સ્થાનિક પોલીસને જાણ કર્યા હોવાનું જાણવા મળેલ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ તાલુકાના રળીયાતી ગામના સબરાળા ફળિયામાં રોડની નજીક એક આધેડ ઉંમરના વ્યક્તિની લાશ જોવા મળતા સ્થાનિકોએ આ બાબતની જાણ ગામના સરપંચ ને કરતા ગામના સરપંચ સ્થળ પર આવ્યા હતા અને આગેવાનો સાથે આ વ્યક્તિની ઓળખ કરવા પ્રાથમિક શોધખોળ શરૂ કરી હતી પરંતુ મરણ જનાર વ્યક્તિનું કોઈ સ્વજન કે ઓળખીતું સામે ન આવતા ગામના સરપંચ દ્વારા સ્થાનિક પોલીસને આ ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ સ્થાનિક પોલીસની ઘટના સ્થળે આવી મરણ જનાર આધેડ વ્યક્તિની લાશનો કબજો મેળવી પીએમ માટે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યો હતો. તેમજ મરણ જનારના પરિવારજનોની શોધખોળ હાથ રહી હતી.