
દાહોદ તાલુકાના ખંગેલા નજીક ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઇવે પર જાનૈયા ભરેલી ગાડીઓ પર અજાણ્યા ઇસમોનો પથ્થરમારો: એક વ્યક્તિ ઈજાગ્રસ્ત…
મધ્યપ્રદેશના ધાર થી દાહોદ આવતી જાન ભરેલી બસ તેમજ ફોરવીલર ગાડી પર અજાણ્યા ઇસમોનો પથ્થરમારો: ફોરવીલર ગાડી નો ચાલક ઇજાગ્રસ્ત..
સમાચાર લખાય છે.ત્યાં સુધી ઘટનાની સત્તાવાર ફરિયાદ નોંધાવવા પામી નથી..
દાહોદ તા.27
દાહોદ તાલુકાના ખંગેલા નજીક મધ્યપ્રદેશના ધારથી આવતી લગ્નની જાનૈયા ભરેલી ફોરવીલર ગાડી પર અજાણ્યા ઈસમોએ રાત્રિના સમયે પથ્થરમારો કરતા એક વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા તેને નજીકના ખાનગી દવાખાને ખસેડ્યો હોવાનું જાણવા મળેલ છે.
દાહોદ શહેરના કસ્બા વિસ્તારમાં ખત્રી પરિવારમાં છોકરીના લગ્ન મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ગૌતમપુરા ખાતેના યુવક જોડે નક્કી થયા હતા. જેની જાન ગઈકાલે સાંજે ધાર જિલ્લાના ગૌતમપુરા ખાતેથી એક ફોરવીલર ગાડી તેમજ બસ મારફતે નીકળ્યા હતા.ત્યારે રસ્તામાં રાત્રિના 3:15 વાગ્યાના અરસામાં ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે ઉપર ખંગેલા ગામ નજીક અજાણ્યા ફોરવીલર ગાડી તેમજ બસ ઉપર પથ્થરમારો કરતા ગાડીના ચાલક સાકીર ખત્રી રહેવાસી ગૌતમપુરા જિલ્લા ધાર મધ્ય પ્રદેશ નાઓને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે દાહોદના સેફી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા.જોકે આ પથ્થરમારો કોઈ લૂંટના ઇરાદે કે અન્ય કોઈ હેતુથી કરવામાં આવ્યો હતો.તે હાલ તો જાણવા પણ મળતું નથી.પરંતુ સમાચાર લખાય છે ત્યાં સુધી આ ઘટના સંદર્ભે પોલીસ ચોપડે કોઈપણ જાતની ફરિયાદ નોંધાવા પામી નથી.જ્યારે ઇજાગ્રસ્ત થયેલા સાકીર ખત્રી હાલ દાહોદના સેફી હોસ્પિટલમાં આઈસીયુ બોર્ડમાં સારવાર લઈ રહ્યો છે..