
નગરને સ્વચ્છ બનાવવા પાલિકાનું નવતર પ્રયોગ.. ગંદકી ફેલાવનાર લારી ગલ્લાવાળા તેમજ વેપારીઓ સામે દંડાત્મક કાર્યવાહીના બદલે ગુલાબનું ફૂલ આપી સ્વચ્છતા રાખવા અપીલ કરાઈ..
દાહોદ તા.૨૨
દાહોદ શહેરમાં નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવી છે. શહેરમાં સ્વચ્છતા પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે જેને અનુસંધાને દાહોદ નગરપાલિકાની આરોગ્ય ટીમ દ્વારા શહેરમાં આવેલ લારી, ગલ્લાવાળા તેમજ રોજગાર, ધંધો કરતાં વેપારીઓને સ્વચ્છતા જાણવી રાખવા સુચનો કરી ગુલાબનું ફુલ આપવામાં આવ્યું હતું.
દાહોદ શહેર સ્માર્ટ સીટી તરફ આગળ વધી રહ્યું છે. સ્માર્ટ સીટી અંતર્ગત તંત્ર દ્વારા કામગીરી પણ હાથ ધરી દેવામાં આવી છે. શહેરમાં આવેલ ઘણા વિસ્તારોમાં નવીન રસ્તાઓ, ભુગર્ભ ગટરની કામગીરી પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે ત્યારે આ ઉપરાંત દાહોદ શહેરમાં સ્વચ્છતા જણવાઈ રહે તે માટે શહેરમાં આવેલ લારી, ગલ્લાવાળા તેમજ રોજગાર, ધંધો કરતાં વેપારીઓને પણ પાલિકા દ્વારા ખાસ સુચનો આપવામાં આવી રહ્યાં છે જે અનુસંધાને આજરોજ દાહોદ નગરપાલિકાના પ્રમુખ રીનાબેન પંચાલની સુચના અનુસાર આરોગ્યની ટીમ દ્વારા શહેરમાં વેપાર, ધંધો કરતાં વેપારીઓને આરોગ્ય ટીમ દ્વારા વેપારીઓની મુલાકાતે પહોંચ્યાં હતાં અને જ્યાં વેપારીઓને ફુલ આપી પોતાના રોજગારના સ્થળોએ સ્વચ્છતા રાખવા અપીલ કરવામાં આવી હતી આ સાથે આવનાર દિવસોમાં જાે સ્વચ્છતા તરફ ધ્યાન આપવામાં નહીં આવે તો વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ આરોગ્યની ટીમ દ્વારા વેપારીઓને જણાવાયું છે.
—————————–