
બાળકીઓ અપહરણની વાત લઈને દાહોદ જિલ્લા પોલીસ ટીમોના વ્યાપક સર્ચ અભિયાન વચ્ચે…..
દે.બારીઆના મેન્દ્રા નિવાસી આશ્રમ શાળાની ચાર ગુમસુદા માસૂમ વિદ્યાર્થીનીઓને એક શિક્ષિકાએ રાતવાસો પોતાના ઘરે કરાવીને પોલીસને જાણ કરતા અંતે ભારે હાશકારો.!!
દાહોદ તા.17
અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળામાંથી નીકળી ગયેલી અને અજાણ્યા ઈસમોએ અપહરણ કરાયા હોવાના બાબતની નોંધાયેલી ફરિયાદમાં આજે આશ્ચર્ય જનક વળાંક આવવા પામ્યો છે. જિલ્લાના વહીવટી તંત્ર અને ખાસ કરીને પોલીસ તંત્ર દ્વારા અથાગ મહેનતના અંતે પણ બાળકીઓનો સુરાગ મેળવવા પોલીસે આકાશ પાતાળ એક કર્યું હતું. સમગ્ર વિસ્તાર ગીચ જંગલથી ઘેરાયેલો હોઈ તથા આ વિસ્તારમાં અવારનવાર દીપડા અને રીછ જેવા જંગલી પ્રાણીઓના માનવજાત પરના હુમલાના બનતા બનાવોના કારણે ગંભીરતા પારખી પોલીસ હરકતમાં આવી હતી.પરંતુ સ્થાનિક એક શિક્ષિકા કે જેને આ બાળકીઓને માર્ગમાંથી જતા જોઈ લેતા તેને સમજાવી પોતાના ઘરે લઈ ગઈ હતી.અને સવારે પોલીસ સમક્ષ સમગ્ર મામલો આવતા પોલીસે હાશકારો અનુભવ્યો હતો. તથા બાળકીઓનું અપહરણ નહીં પણ બાળકીઓ સ્વયમ શાળા છોડીને બહાર નીકળી ગઈ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસના કાઉન્સેલિંગ પછી બાળકીઓ આશ્રમશાળાના બદલે પોલીસ સાથે જ રહેવું છે. તેવી જીદ પકડતા સમગ્ર શિક્ષણ જગતમાં અને આશ્રમશાળા પરિવારમાં પોલીસ પ્રત્યે પ્રજાનો સાચો મિત્ર હોવાની પ્રતીતિ થવા પામી હતી. જોકે સમજાવટના અંતે બાળકીઓ આશ્રમ શાળામાં જ રોકાવા તૈયાર થઈ હતી અને ઘીના ઠામમાં ઘી ઠર્યું હતું. આશ્રમ શાળામાંથી નીકળેલી બાળકીઓ અને તેમના વાલીઓએ આ સંબંધે કામગીરી કરનાર અને રાતભર બાળકીઓને સાચવનાર શિક્ષક દંપતીનો આભાર માની તેમની સરાહના કરી હતી.
દેવગઢ બારીયા તાલુકાના મેન્દ્રા ગામે આવેલ અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ચાર જેટલી નાની બાળકીઓ 16 ડિસેમ્બર- 2022 ના રોજ ગુમ થઈ હતી.જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ મે.ડીઆઈજી ચિરાગ કોટડીયા તથા પોલીસ અધિક્ષક બલરામ મીણા નાઓની સુચના અન્વય એએસપી જગદીશ બાગરવા તથા નાયબ પોલીસ અધિક્ષક બલરામ મીણાના ઓની સુચના અન્વયે એએસપી જગદીશ બાગરવા તથા નાયબ પોલીસ અધિક્ષક સી.સી ખટાણા ઓના સીધા માર્ગદર્શન આધારે એલસીબી પી.આઈ એમ.કે ખાટ તથા એસઓજી પી.આઈ આર.સી કાનનીયા તેમજ પેરોલ ફર્લો પીઆઇ ડી.ડી પઢિયાર તથા ડી.આઇ સોલંકી,ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઇન્ચાર્જ દેવગઢ બારીયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઓને ગુમ થયેલા આ ચાર નાની બાળકીઓ શોધી કાઢવા સારું અલગ અલગ ટીમો બનાવેલ હતી.જેમાં એલસીબી, એસઓજી,દેવગઢબારિયા પોલીસ સ્ટેશન ટીમ,લીમખેડા ડિવિઝન ધાનપુર પોલીસ સ્ટેશન ટીમ,દાહોદ ડિવિઝનના એ ડીવી. અને ડી ડિવિઝન કતવારા, જિલ્લા ટ્રાફિક પોલીસ સ્ટેશન ટીમ,તથા સુખસર પોલીસ સ્ટેશનની ટીમો કામે લાગી હતી.
ગુમસુદા ચારે બાળકીઓની શોધખોળ માટે દાહોદ સહિત પંચમહાલ જિલ્લાના તાલુકાના ગામડાઓમાં અને આજુબાજુના મંદિરો તેમજ આશ્રમ શાળાઓમાં ગામોના બસ સ્ટેશન તથા મેન ડેપો દેવગઢબારિયા,ગોધરા ડેપો,દાહોદ ડેપો, હાલોલ ડેપો ખાતે તપાસ કરાવેલ અને દેવગઢબારિયા બજારમાં અને દાહોદના રસ્તા ઉપરના આવેલ સીસીટીવી કેમેરા ચેક કરેલ તથા બાળકીઓના તમામ સગા સંબંધીઓના ઘરોમાં તપાસ કરી ગામોના આગેવાનો,સરપંચ,તાલુકા સભ્યો,શિક્ષક ગણ,મીડિયા ગ્રુપમાં નાની બાળકીઓના ફોટા whatsapp ગ્રુપોમાં વાયરલ કરેલ.તેમાં સતત 11 કલાક સુધી નાની બાળકીઓની શોધખોળ કરી સદર અપહરણ થયેલ નાની ચાર બાળકીઓને શોધી કાઢવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.
ત્યારબાદ આ ચારેય નાની બાળકીઓની શોધખોળ કરતા ગામના આગેવાનો,લોકોને સતત પૂછપરછ કરતા અંતે ભુવાલ ગામના એક જાગૃત નાગરિક બહેનને રાત્રિ દરમિયાન આ ચાર અજાણી બાળકીઓ હોવાનું ધ્યાને આવતા પોતાના ઘરે સુવડાવી દીધેલ. અને સવારે પોલીસ તપાસ ચાલુ હતી તે દરમિયાન તેઓએ પોલીસને જાણ કરેલ અને આ ચાર બાળકીઓ પોલીસ અને તેના વાલીઓને સુપ્રત કરેલ.ઉપરોક્ત ચારેય બાળકીઓ મળી આવ્યા બાદ આશ્રમ શાળાએ લાવતા ત્યાં બાળકીઓને શાંતિથી તેમજ ગભરાઈ ન જાય એ રીતે જિલ્લા પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા અન્ય પોલીસ અધિકારીઓ બાળકીઓના વાલી બની બાળકીઓ વાત સાથે વાતચીત કરેલ.આ બાળકીઓ પોલીસ સાથે એટલી લાગણીમાં આવી ગયેલ કે,ઘર જવાના બદલે પોલીસ સાથે આવવાની તથા રહેવાની વાલીઓ તથા શાળાના સ્ટાફની હાજરીમાં જીત કરવા લાગેલ. તે જોઈ હાજર તમામ દંગ રહી ગયેલા. અંતે બાળકીઓને પોલીસે સમજાવી સોપેલ આમ આ કેસમાં દાહોદ જિલ્લા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ગુના શોધવાની સાથે-સાથે બાળકો પ્રત્યે સંવેદનશીલતાના દર્શન થયા હતા.
નોંધનીય બાબત છે કે,ભુવાલ ગામની આસપાસમાં જંગલ વિસ્તાર આવેલો છે,અને અહીંયા જંગલી પશુઓ પણ રહે છે,જેમાં થોડા સમય આગાઉ જંગલી પશુ દ્વારા એક મહિલાને ઇજાઓ પહોંચાડતા મોત પણ નીપજ્યું હતું.અગર આ બાળકીઓ કોઈ જંગલી પશુના પનારે પડી હોત તો તેમની હાલત શું થઈ હોત? તે કંપારી છૂટાવે તેવો પ્રશ્ન છે.