
રાહુલ ગારી :- ગરબાડા
દાહોદ રેલવે સ્ટેશને ગુડ્સ ટ્રેનની અડફેટે આવી જતા સાહડાના યુવકના પ્રાણ પખેરૂ ઉડ્યા…
તારીખ : ૧૭
દાહોદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ત્રણની ડાઉન ટ્રેક પર માલગાડી પસાર થતાં એક યુવકનું ટ્રેનને અડફેટે આવી જતા મોત નિપજ્યું હતું. જેમાં યુવક ટ્રેનની અડફેટે આવી જતા શરીરના અલગ અલગ અંગો કપાઈ જતા મોત નીપજ્યું હતું.ઘટનાની જાણ થતા GRPF અને RPF પોલીસને કરાતા પોલીસનો કાફલો તત્કાલિક ઘટના સ્થળે પ્લેટફોર્મ નંબર ત્રણ પર દોડી આવ્યો હતો.અને ત્યારબાદ મૃતદેહના કપડાની તલાસી લેતા તેના ખિસ્સામાંથી આધારકાર્ડ મોબાઈલ પાસપોર્ટ ના ફોટા મળી આવ્યા હતા જે પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં તપાસ કરવા માટે મોકલ્યા હતા જેમાં મરનાર વ્યક્તિ સાહડા ગામનો છે કે અન્ય ગામનો છે. તેની તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં આધારકાર્ડના સરનામા પ્રમાણે નલવાયા ખીમાભાઈ પરથીભાઈ સાહડા નલવાયા પ્રાથમિક દ્રષ્ટિએ હોવાનું જાણવા મળી રહ્યું છે જે પોલીસ તપાસ બાદ બહાર આવશે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.