
દાહોદ તાલુકાના કતવારા નજીકથી દાહોદ એલસીબી પોલીસે બાતમીના આધારે એક યુવકને દેશી હાથ બનાવટના માઉઝર પિસ્ટલ સાથે ઝડપી જેલ ભેગો કર્યો..
દાહોદ તા.16
દાહોદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસે ગુનાહિત ઇતિહાસ ધરાવતા કાર્યવાહી કરવા માટે ત્યારે દાહોદના LCB PI એમ કે ખાંટ PSI એમ એમ ડામોર દાહોદ તાલુકાના કતવારા નજીક વોચમાં ઉભા હતા તે સમયે સામેથી આવતા એક યુવક સંકાસ્પદ જણાતા LCB પોલીસે તેને રોકી તેની તલાશી લેતા તેની પાસેથી દેશી હાથ બનાવટ નો 15 હજાર કિંમતનો માઉઝર પિસ્ટલ મળી આવતા પોલીસ ચોકી ઉઠી હતી ત્યારબાદ LCB પોલીસે તેની અટકાયત કરી LCB ઓફિસ ખાતે લઈને આવ્યા હતા જ્યાં પૂછપરછ દરમિયાન તેનું નામ હરીશ ગોલુ ઉર્ફે મનુભાઈ કઠોલીયા રહેવાસી કતવારા મસ્જિદની બાજુમાં જણાવ્યું હતું પોલીસે હાલ હરીશ ઉર્ફે ગોલુ વિરુદ્ધ આર્મ્સ એક્ટ અંગે ગુનો દાખલ કરી આ માઉઝર પિસ્ટલ ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે અંગેની વધુ તપાસ LCB પોલીસે હાથ ધરી અને આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.