Friday, 09/05/2025
Dark Mode

દાહોદમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજવા જિલ્લા ચૂંટણી તંત્ર સુસજ્જ – જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવી

December 3, 2022
        683
દાહોદમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજવા જિલ્લા ચૂંટણી તંત્ર સુસજ્જ – જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવી

વસાવે રાજેશ દાહોદ 

જિલ્લા પોલીસ તંત્ર દ્વારા મતગણતરી કેન્દ્ર ખાતે ત્રિસ્તરીય બંદોબસ્ત વ્યવસ્થા

૦૦૦

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા તમામ વાહનો જીપીએસ સિસ્ટમથી જોડાયેલા, કંટ્રોલ રૂમ તૈયારદાહોદમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજવા જિલ્લા ચૂંટણી તંત્ર સુસજ્જ - જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવી

૦૦૦

ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ દ્વારા વિલેજ વિઝિટ કરીને લોકોને શાંતિપૂર્ણ મતદાન માટે અપીલ કરાઇ – જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણા

૦૦૦૦

દાહોદ, તા. ૩ : જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવીએ જિલ્લા ચૂંટણી તંત્ર વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજવા માટે સુસજ્જ હોવાનું જિલ્લા સેવા સદન ખાતે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું. તેમણે જિલ્લામાં ચૂંટણીઓ પારદર્શક, ન્યાયી અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય એ માટે ઉભી કરવામાં આવેલી વ્યવસ્થાઓ વિશે વિગતે માહિતી આપી હતી. જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણાએ ચૂંટણી બાબતે સઘન સુરક્ષા બંદોબસ્તની માહિતી આપી હતી.

  જિલ્લા ચૂંટણી અધિકારી ડો. ગોસાવીએ જણાવ્યું કે, ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ અંતર્ગત જિલ્લાની ચૂંટણી બીજા તબક્કામાં તા. ૫ ડિસેમ્બરના રોજ યોજાનાર છે. જિલ્લામાં કુલ છ વિધાનસભા મતવિભાગના કુલ ૧૬૬૨ મતદાન મથકો છે અને ૧૧૫૫ મતદાન લોકેશન છે. જિલ્લામાં કુલ ૭૮૫૭૪૬ પુરૂષ મતદારો, ૭૯૯૨૪૧ સ્ત્રી મતદારો તેમજ ૧૬ અન્ય મતદારો એમ કુલ ૧૫૮૫૦૦૩ મતદારો છે. જેમાં ૮૦ વર્ષથી ઉપરના ૩૩૦૯૩, યુવા મતદારો ૧૮ થી ૧૯ વર્ષના ૪૭૬૧૭ તેમજ દિવ્યાંગ મતદારો ૯૬૩૯ છે. જેમાં દિવ્યાંગ તથા ૮૦ વર્ષથી વધુની ઉંમર ધરાવતા મતદારોને ઘરેથી મતદાન કરવાની સુવિધા આપવામાં આવી છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી રીતે યોજાય તે માટે ૬ જેટલી ટીમો કાર્યરત છે. આ ઉપરાંત ખર્ચની ચકાસણી માટે કુલ ૪૮૫ કર્મચારીઓની ટીમ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહી છે. 

 તેમણે જણાવ્યું કે, સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે ૯૧૪૦નો પોલીગ સ્ટાફ મતદાર મથકો ઉપર ફરજ બજાવશે. આ ઉપરાંત રીસીવીગ અને ડિસ્પેચીંગ સ્ટાફની નિમણુંક કરાઇ છે. તેમજ ચૂંટણી નિરીક્ષકશ્રીની હાજરીમાં રેન્ડમાઇઝેશન કરી ફાળવણી કરી છે. મતદાન મથકો અને ચૂંટણી અધિકારીના સંકલન માટે ૨૪૯ ઝોનલ અધિકારીશ્રીની નિમણુંક કરાઇ છે. ભારતના ચૂંટણી પંચ દ્વારા જિલ્લામાં સમગ્ર પ્રક્રિયાના નિરીક્ષણ માટે જનરલ ઓબ્ઝર્વસ-૩, ખર્ચ ઓબ્ઝર્વસ ૨ તેમજ ૧ પોલીસ ઓબ્ઝર્વસ એમ કુલ ૬ ઓબ્ઝર્વસની નિમણુંક કરાઇ છે. 

 મતદાન મથકોએ ઓબ્ઝર્વરશ્રીના પ્રતિનિધિ તરીકે અને તેમના માર્ગદર્શનમાં કુલ ૩૬૨ કેન્દ્ર સરકારના કર્મચારીઓની માઇક્રો ઓબ્ઝર્વસ તરીકે નિમણુંક કરવામાં આવી છે. જે સીધા ઓબ્ઝર્વસશ્રીઓને રીપોર્ટ કરશે. જિલ્લામાં ૯૯૩ મતદાન મથકો ઉપર વેબકાસ્ટીંગ કરાશે અને તેના માટે કંટ્રોલ રૂમ તૈયાર કરાયો છે. જિલ્લામાં સીવીજીલ એપ્લીકેશનમાં કુલ ૨૦ આદર્શ આચારસંહિતાના ભંગની ફરીયાદ મળી છે. જે તમામનો આચારસંહિતા નોડલ અધિકારી મારફત નિકાલ કરવામાં આવ્યો છે. 

 તેમણે કહ્યું કે, મતદાન પૂર્ણ થયા બાદ ચૂંટણી અધિકારીશ્રી કક્ષાએ મતદાન સામગ્રી સહિત ઇવીએમ, વીવીપેટ મશીનો રીસીવ કરી નિયત જીપીએસ સીસ્ટમ સહિતના વાહનોમાં તમામ મશીનો જિલ્લા કક્ષાના મતગણતરી કેન્દ્ર ખાતે સ્ટોગરૂમમાં સીલ કરીને રાખવામાં આવશે. જિલ્લા પોલીસ તંત્ર દ્વારા મતગણતરી કેન્દ્ર ખાતે ત્રિસ્તરીય બંદોબસ્ત વ્યવસ્થા ચૂંટણી પંચના માર્ગદર્શન મુજબ ગોઠવવામાં આવી છે. 

 જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીણાએ જણાવ્યું કે, જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને ચાંપતો સુરક્ષા બંદોબસ્ત રખાયો છે. લાયસન્સ હથિયાર જમા કરવાની કામગીરી પૂર્ણ કરાઇ છે. એનબીડબલ્યુની બજવણી કરાઇ છે. નાસતા ફરતા ૫૦ જેટલા આરોપીઓને પકડવામાં આવ્યા છે. મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ઉચ્ચ અધિકારીઓ સાથે સંકલન બેઠકો કરાઇ છે. 

 તેમણે જણાવ્યું કે, વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને અમારી પાસે ડીજીશ્રીએ આપેલી પોલીસ તેમજ સુરક્ષા દળોની ૫૭ જેટલી કંપનીઓ આવેલી છે. જેમાં બીએસએફ ની ૧૦, સીઆઇએસએફની આઠ કંપનીઓ, આરપીએફની ૭, સીઆરપીએફની ૧૩, એસએસપીની ૧૩ કંપનીઓ ચૂંટણી બંદોબસ્તમાં છે. તેમણે ઉમેર્યું કે, ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાઇ, લોકોમાં ભયનું વાતાવરણ ન થાય એ માટે એરીયા ડોમીનન્સ એક્સરસાઇઝ કરવામાં આવી છે. મતદાનના દિવસે પણ કોઇ પણ આકસ્મીક ઘટના માટે પોલીસ તંત્ર તૈયાર છે અને તુરત રિસ્પોન્સ કરવામાં આવે તે રીતનું આયોજન કરાયું છે. ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા વાહનો જીપીએસ સીસ્ટમથી જોડાયેલા છે. અંતરિયાળ વિસ્તાર સતત અમારા કંટ્રોલ રૂમ સાથે જોડાયેલો રહે એ માટેની વ્યવસ્થા કરાઇ છે. ગ્રામ્ય વિસ્તારોમાં પોલીસ દ્વારા વિલેજ વિઝિટ કરીને લોકોને શાંતિપૂર્ણ મતદાન માટે અપીલ કરાઇ છે. અત્યાર સુધીમાં ચૂંટણી સંબધી કોઇ ગુના દાખલ થયા નથી. 

 પત્રકાર પરિષદમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.બી. પાંડોર, નાયબ માહિતી નિયામકશ્રી એસ.જે. બળેવીયા, પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા. 

૦૦૦

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!