
દાહોદનો એક જ મત ભાજપના વિકાસ સાથે સૌ કોઈ સહમતના નારા સાથે મંડાવ તેમજ ગુંદીખેડામાં કનૈયાલાલ કિશોરીને ઠેર-ઠેર જન સમર્થન પ્રાપ્ત….
દાહોદ તા.29
દાહોદ 132 વિધાનસભા દાહોદના બીજેપીના ઉમેદવાર કનૈયાલાલ કિશોરી દ્વારા પોતાના મતવિસ્તારમાં જુદી જુદી જિલ્લા પંચાયત સીટોમાં સમાવેશ ગામોમાં પ્રચારઅર્થે જલ સમાજ ડોર ટુ ડોર જન સંપર્કનો અભિયાન જોર શોરથી ચાલી રહ્યું છે. જેમાં કનૈયાલાલ કિશોરીને ઠેર-ઠેર
આવકારની સાથે જન સમર્થન પણ હાંસલ થઈ રહ્યું છે. જે અંતર્ગત દાહોદ તાલુકાના મંડાવ તેમજ ગુંદીખેડામાં યોજાયેલા જન સંપર્ક કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનોએ કનૈયાલાલ કિશોરીને ગળામાં ફૂલહાર પહેરાવી, પરંપરાગત રીતે સાફો
બાંધી આવકાર્યાં હતા. જા સરકારની વિવિધ યોજનાઓ તેમજ ગામજનો ની જરૂરિયાતોને પૂરી કરવાના વાયદાઓ સાથે કનૈયાલાલ કિશોરીને જીતાડવા માટે દાહોદનો એક જ મત ભાજપના વિકાસ સાથે સૌ કોઈ સહમતના નારા સાથે કનૈયાલાલ કિશોરીને ઠેરઠેર જન સમર્થનની સાથે આશીર્વાદ પણ પ્રાપ્ત થઈ રહ્યું છે.