
રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક...
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ચૂંટણી સભામાં 1600 થી વધુ પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓના બંદોબસ્તના અભેદ કિલ્લા વચ્ચે યોજાશે…
પીએમ પ્રોટોકોલ મુજબ 1600 થી વધારે પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ કર્મીઓ ખડે પગે હાજર રહેશે..
પીએમની સુરક્ષામાં, ડી.આઇ.જી , જિલ્લા પોલીસવડા, નાયબ પોલીસ અધિક્ષક, પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર, બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો,પોલીસ કોન્સ્ટેબલ, હોમગાર્ડના જવાનો સામેલ
દાહોદ તા.22
દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ હા વિધાનસભા બેઠકોના પ્રચાર માટે વડાપ્રધાન મોદી આવતીકાલે દાહોદ તાલુકાના ડોકી ગામે જનસભા સંબોધશે. અને ભાજપ માટે મત માંગશે. જોકે હાલ ચૂંટણીનો મોસમ હોય સાથે સાથે આદર્શ આચાર સહિતા અમલમાં હોવાથી સરકારી વિભાગ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ભાગ લેશે નહીં પરંતુ વડાપ્રધાન મોદીને એસ.પી.જીનું સુરક્ષા કવચ પ્રાપ્ત થયેલ છે. પીએમ પ્રોટોકોલ મુજબ તેમની સલામતી અરે સુરક્ષાને ધ્યાને લઈ દાહોદ જિલ્લા પોલીસ દ્વારા સભા સ્થળ તેમજ તેમના
આસપાસના રૂટો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત નો ખડકલો ઉભો કરી દેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં એક ડીઆઈજી કક્ષાના અધિકારી, પાંચ જિલ્લા પોલીસવડા, 11 જેટલા ડીવાયએસપી કક્ષાના અધિકારી, 30 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર એટલે કે પીઆઇ , 70 જેટલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરો,1000 જેટલાં પોલીસ કર્મચારીઓ તેમજ 500 જેટલા હોમગાર્ડના જવાનો ખડે પગે પોલીસ બંદોબસ્તમાં ભાગ લેશે…