
દાહોદ 132 વિધાનસભા બેઠકના ઉમેદવાર કનૈયાલાલ કિશોરીને ઉચવાણિયા તેમજ જાલત જિલ્લા પંચાયત સીટમાં સમાવિષ્ટ ગ્રામીણ વિસ્તારોમાં પ્રચાર દરમિયાન પ્રચંડ સમર્થનમાં…
દાહોદ તા.20
દાહોદ 132 વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર કનૈયાલાલ કિશોરી તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર જિલ્લા પ્રમુખ શંકરભાઈ અમલીયાર,રાકેશ બાકલિયા, સહીત સંગઠનના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ભેગા મળી દાહોદના ફ્રીલેન્ડ ગંજ પરેલ વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર કરવા માટે નીકળ્યા હતા.જ્યાં કનૈયાલાલ કિશોરીના સમર્થનમાં જંગી મતદાન કરવા માટે આશ્વાસનની સાથે જન સમર્થન મળી રહ્યું છે.
તેવી જ રીતે જાલત જિલ્લા પંચાયત સીટના ધામરડા ખાતે, તેમજ ઉચવાણીયા જિલ્લા પંચાયત સીટ પર સમાવિષ્ટ ગામોમાં જન સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.સાથે સાથે જિલ્લા પંચાયત સીટોના ગ્રામ્ય વિસ્તારોમાં દાહોદના સાંસદ તેમજ પૂર્વ કેન્દ્રીય મંત્રી જશવંતસિંહ ભાભોર, દાહોદ વિધાનસભા બેઠકના ઉમેદવાર કનૈયાલાલ કિશોરી, રાકેશ બાકલીયા તેમજ સંગઠનના હોદ્દેદારો દ્વારા પ્રચાર કરવા નીકળ્યા હતા. જ્યાં જશવંતસિંહ
ભાભોરે કેન્દ્ર તેમજ રાજ્યની વિવિધ યોજનાઓનો લાભ આદિવાસી આંતરિયાળ વિસ્તારોમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેવાડા માનવી સુધી પહોંચાડયો છે. સાથે સાથે ભરોસાની ડબલ એન્જિનની સરકારમાં ઓરીજનલ ગેરંટી છે. કોંગ્રેસ તેમજ આપ પાર્ટીની લોભામણી લાલચમાં નહીં આવતા તેમ જણાવ્યું હતું.જેને ધ્યાને લઇ દાહોદ લોકસભા બેઠકના ઉમેદવાર કનૈયાલાલ કિશોરીના પક્ષમાં જંગી મતદાન કરી 50000 થી વધુ લીડથી જીતાડવા માટે લોકોને સંકલ્પ લેવડાવ્યા હતા. ઉપરોક્ત હોદ્દેદારોના પ્રચાર પ્રસાર દરમિયાન બંને જિલ્લા પંચાયત સીટોના ગામડાઓમાં લોકો તરફથી મળી રહ્યો છે સાથે સાથે ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન ઠેર ઠેર લોકો તરફથી આવકાર મળી રહ્યો છે.