
રાહુલ ગારી :- ગરબાડા
બાર વર્ષે ચંદનસિંહ જેલના હવાલે…ગરબાડા પોલીસ મથકમાં 12 વર્ષ પહેલા વિદેશીદારૂના કેસમાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને LCB પોલીસે મધ્ય પ્રદેશથી દબોચ્યો..
સ્થાનિક બાતમીદારોના પ્રતાપે છેલ્લા બાર વર્ષથી પોલીસને હાથતાળી આપવામાં સફળ ચંદનસિંહ ને આ વખતે એલસીબી પોલીસે ગુપ્ત રીતે ઓપરેશન પાર પાડી જેલ ભેગો કર્યો..
ગરબાડા તા.18
દાહોદ એલસીબી પોલીસે ગરબાડા પોલીસ મથકમાં બહાર જેટલા દારૂના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને મધ્ય પ્રદેશના ઝાબુઆ જિલ્લાના રાણાપુર ખાતેથી દબોચી જેલભેગો કર્યોં છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને સરહદી વિસ્તારોમાં નાસ્તા ફરતા આરોપીઓને જબ્બે કરવા માટે એક્શનમાં આવેલી પોલીસે અસરકારક કામગીરી કરી રહી છે. તે અંતર્ગત વિદેશી દારૂની હેરફેરમાં સંડોવાયેલા અને 12 વર્ષથી નાસ્તા ફરતો મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના રાણાપુર તાલુકાનો ચંદનસિંહ લક્ષ્મણસિંહ ગેલોત છેલ્લા બાર વર્ષથી પોલીસને હાથ તાળી દારૂના કેસમાં વોન્ટેડ હતો. આ ચંદનસિંહ ને પકડવા માટે ગરબાડા પોલીસ તેમજ એલસીબી પોલીસે પાછલા વર્ષોમાં કેટલી વખત કોમ્બિંગ,સર્ચ ઑપરેશન અંતર્ગત દરોડા પાડવા એના ઘર સુધી જતા હતા. પરંતુ રસ્તામાં જ આરોપીના બાતમીદારો પોલીસ આવતી હોવાની જાણ પહેલેથી જ આપી દેતા આ ચંદનસિંહ ગેલોત અંડર ગ્રાઉન્ડ થઈ જતો હતો. છેલ્લા કેટલાય વર્ષોથી આ સિલસિલો ચાલતો આવ્યો છે. પરંતુ આ વખતે એલસીબી પોલીસે યોજનાબદ્ધ રીતે અને ખૂબ જ ગુપ્ત રીતે ઓપરેશન હાથ ધરી ગરબાડા પોલીસ સ્ટેશન ગુ.ર.ન 72/2010 પ્રોહી કલમ 66બી 66એ 116બી 81 ના ગુનામાં વોન્ટેડ ચંદનસિંહ લક્ષ્મણસિંહ ગેહલોત રાણાપુર ખાતેથી ઝડપી જેલભેગો કર્યોં છે.