
રાજેશ વસાવે, દાહોદ
દાહોદ તાલુકાના મોટી લછેલીમાં ગર્ભાવસ્થા કૂતરીનું જીવન દાન બનતી પશુ દવાખાનાની 1962 એમ્બયુલેન્સ
દાહોદ તા.૦૩
દાહોદ તાલુકાના મોટી લછેલી ગામે મુંગા પશુની વ્હારે આવેલી પશુ દવાખાનાની એમવીડી એમ્બ્યુલંશે ગર્ભાવસ્થા કુતરીની સારવાર કરી જીવન દાન આપ્યું હતું.
દાહોદ જિલ્લામાં જીવીકેની એમઆરઆઈ અંતર્ગત ચાલતી ગ્રીન હેલ્થ સર્વિસની ૧૯૬૨ એમ્બ્યુલંશ દાહોદ જિલ્લાના ૧૦ ગામો દીઠ ફરી મુંગા તેમજ અબોલ પશુઓની સેવાનું ભગીરથી કાર્ય કરે છે ત્યારે આજરોજ સવારના નવ વાગ્યાના આસપાસ દાહોદ તાલુકાના કતવારા મુકામના રમુકાભાઈએ બીમાર પડેલ ગર્ભસ્થ કુતરી માટે ઈઓએમઆરઆઈની ૧૯૬૨ ને કોલ કરી મદદ માંગી હતી ત્યાર બાદ ૧૯૬૨ એમ્બ્યુલંશના ર્ડા. વિશાલ લબાના તેમજ પાયલોક અશોકભાઈ ઘટના સ્થળે દોડી ગયાં હતાં તેમજ ઘટના સ્થળે પહોંચી ત્યાં જાેયુ કે બીમાર પડેલી એક ગર્ભસ્થ કુતરી નજરે પડી હતી જેને ધ્યાને લઈ ર્ડો. વિશાલ લબાના ની કાર્યનિષ્ટા અને સૂઝબુઝ ને લીધે અને તેમને કૂતરી ને સિઝેરિયન કરવા નો ર્નિણય લઈ તાત્કાલિક ઓપરેશન ની તૈયારી કરી અને સ્થળ પર તેનું ઓપરેશન કરી ટોટલ ૭ બચ્ચાનું વિયાણ કરાવાયું જેમાં ૪ બચ્ચા મરણ હાલત માં બહાર નીકાળયા હતા અને ૩ બચ્ચા બચાવી લીધા હતા હાલમાં ત્રણ બચ્ચા તથા તેની માતા સ્વસ્થ છે. આમ, આ કાર્યમાં ઈસ્ઇૈં ગ્રીન હેલ્થ સર્વિસ ની ૧૯૬૨ ની સેવા સાચા અર્થ માં એક ગર્ભવતી કૂતરી માટે વરદાન રૂપ નિવડી હતી.