દાહોદ:જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષ સ્થાને ખર્ચ દેખરેખ અને નિયંત્રણને સંબંધિત વિવિધ ટીમોની તાલીમ યોજાઈ…

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે :- દાહોદ

 દાહોદ:ડી.ડી.ઓના અધ્યક્ષ સ્થાને ખર્ચ દેખરેખ અને નિયંત્રણને સંબંધિત વિવિધ ટીમોની તાલીમ યોજાઈ..

દાહોદ તા.11

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ખાતે વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ અંતર્ગત જીલ્લા નોડલ અધિકારી, વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ અને જીલ્લા વિકાસ અધિકારી, દાહોદ નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને ખર્ચ દેખરેખ અને નિયંત્રણને સંબંધિત વિવિધ ટીમોની તાલીમનું આયોજન કરવામાં આવ્યું. તાલીમમાં વિધાનસભા સામાન્ય ચુંટણી-૨૦૨૨ સંબંધિત વિવિધ ટીમો જેવી કે એકાઉન્ટ ટીમ, ફ્લાઈંગ સ્કોડ, સ્ટેટિક સર્વેલન્સ ટીમ, વિડીયો સર્વેલન્સ ટીમ, વિડીયો વ્યુઈન્ગ ટીમના સભ્યોને તાલીમ આપવામાં આવી. તાલીમમાં ટીમોને વિવિધ કામગીરીની ઊંડાણપૂર્વક તાલીમ આપવામાં આવી જે અંતર્ગત જીલ્લા પ્રાથમિક શિક્ષણધિકારી મયુર.એસ.પારેખ અને નાયબ જીલ્લા ચુંટણી અધિકારી ડી.વી.વિઠલાણી દ્વારા તાલીમ વર્ગમાં માર્ગદર્શન પૂરુ પાડવામાં આવ્યું હતું.

Share This Article