
રાજેશ વસાવે, દાહોદ
દાહોદ તાલુકાના ખંગેલા ગામે 23 વર્ષીય યુવકે અજાણ્યા વાહનની આગળ પડતું મૂકી આયખું ટૂંકાવ્યું…
દાહોદ તા.૧૦
દાહોદ તાલુકાના ખંગેલા ગામે એક ૨૩ વર્ષીય યુવકે અગમ્યકારણોસર હાઈવે રસ્તા પરથી પસાર થતાં એક અજાણ્યા વાહનની અડફેટે પોતે આવી જઈ આત્મહત્યા કરી લેતાં પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ગત તા.૦૮મી ઓક્ટોમ્બરના રોજ દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ભે ગામે ભાગોળ ફળિયામાં રહેતાં ૨૩ વર્ષીય રાકેશભાઈ સુમલાભાઈ ભુરીયા દાહોદ તાલુકાના ગમલા ગામેથી પસાર થતાં ઈન્દૌર હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતાં અને અગમ્યકારણોસર હાઈવે પરથી પસાર થતાં કોઈક અજાણ્યા વાહનની અડફેટે પોતે પોતાની જાતે આવી જતાં અજાણ્યા વાહનને અડફેટમાં રાકેશભાઈ આવી જતાં જમીન પર ફંગોળાયાં હતાં અને જેને પગલે તેઓને હાથે પગે શરીરે માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેઓનું મોત નીપજ્યું હતું. આ સંબંધે ભે ગામે ભાગોળ ફળિયામાં રહેતાં નરૂભાઈ સુમલાભાઈ ભુરીયાએ કતવારા પોલીસ મથકે જાણ કરતાં પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.