
રાજેશ વસાવે, દાહોદ
દાહોદ તાલુકાના બોરડી ગામે મકાનમાં પોલીસે દરોડો પાડી વિદેશી દારૂ ઝડપ્યો:બુટલેગર ફરાર…
બોરડી ઈનામી ગામેથી પોલીસે ઈંગ્લીશ બિયરનો 5402 રૂપીયાનો જથ્થો ઝડપી પાડતા બિયરનો જથ્થો રાખનાર આરોપી ફરાર પોલીસની રેડ દેખી ફરાર થયો
દાહોદ તાલુકાના ટાંડા આઉટ પોસ્ટ વિસ્તાર ખાતે પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી તેવા સમયે પોલીસે બોરડી ઈનામી ગામે પેટ્રોલિંગ કરતા જાણવા મળ્યું હતું કે ઇન્દિરા આવાસ ફળિયામાં રહેતો સનુ દેવીસિંહ ભુરીયાએ પોતાના રહેણાંક મકાનમાં ઈંગ્લીસ બિયરનો જથ્થો સંતાડીને તેનું છૂટક વેચાણ કરવા માટે સંતાડીને કંથાણ ના થેલા માં રાખેલા ઈંગ્લીસ બિયરનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે થેલો ખોલતા 44 જેટલા બિયર ના ક્વાટર્યા મળી આવ્યા હતા જેની કિંમત 5402 રૂપીયાનો ઈંગ્લીશ દારૂનો કબ્જો મેળવી અને પોલીસની રેઇડ દરમિયાન ઘર છોડીને ભાગેલો આરોપી સનુ દેવીસિંહ ભુરીયા સામે કતવારા પોલીસે ગુનો નોંધી તેની સામે વધુ કાર્યવાહી હાથ ધરી હતી