
રાજેશ વસાવે, દાહોદ
દાહોદ જિલ્લામાં પ્રાથમિક શાળામાં ચોરીઓનો સિલસિલો યથાવત : દાહોદ તાલુકાના દસલા પ્રાથમિક શાળાને નિશાન બનાવતા તસ્કરો: યાંત્રિક ઉપકરણોની ચોરી..
દાહોદ તા.૦૧
દાહોદ તાલુકાના દશલા ગામે એક પ્રાથમીક શાળાને તસ્કરોએ નિશાન બનાવી એલ.ઈ.ડી. ટી.વી., કોમ્પ્યુટર વિગેરે સરસામાન મળી કુલ રૂા. ૩૧,૦૦૦ની ચોરી કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
ગત તા.૨૯મી સપ્ટેમ્બરના રોજ દશલા ગામે આવેલ કથડીયા ફળિયા વર્ગ પ્રાથમીક શાળાના મકાનમાં તસ્કરોએ મકાનના દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યાેં હતો અને શાળાના મકાનમાં મુકી રાખેલ એલ.ઈ.ડી. ટી.વી., પ્રિન્ટર, કી – બોર્ડ, મોનીટર અને લેપટોપ ચાર્જર વિગેર મળી કુલ રૂા. ૩૧,૦૦૦ની મત્તાની ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે પ્રાથમીક શાળામાં ફરજ બજાવતાં અને દાહોદ શહેરમાં વ્રજધામ સોસાયટી ખાતે રહેતાં ગિરીશકુમાર વસ્તાભાઈ પટેલે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.