
રાજેશ વસાવે, દાહોદ
36 મી નેશનલ ગેમ્સમાં દાહોદના નવ ખેલાડીઓ સ્પર્ધામાં ભાગ લઈ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે…
અમદાવાદ ખાતે યોજાનારી 36મી નેશનલ ગેમ્સમાં દાહોદ જિલ્લાના 9 ખેલાડીઓ એથલેટિક્સ સ્પર્ધામાં ભાગ લઈને જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી કૌવત બતાવશે
ગુજરાતમાં 29મી સપ્ટેમ્બરથી 12મી ઓક્ટોમ્બર સુધી નેશનલ ગેમ્સનું આયોજન થઈ ચૂક્યું છે જેમાં કોમનવેલ્થથી લઈને ઓલયંમ્પિક મેડલિસ્ટ ખેલાડીઓ પણ ભાગ લેવાના છે અમદાવાદ ખાતે યોજાનારી 36મી નેશનલ ગેમ્સમાં 33 રાજ્યોના ખેલાડીઓ ભાગ લેવા આવી ચુક્યા છે ત્યારે સૌથી વધુ ગુજરાતનાં 696 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે અને ગુજરાતનાં ખેલાડીઓમાં દાહોદ જિલ્લાનો પણ સમાવેશ થાય છે આદિવાસી બાહુલય ધરાવતા જિલ્લાના ખેલાડીઓ રગબી શૂટિંગ અને એથલેટિક્સની ગુજરાતની ટીમમાં પસંદગી બાદ તેઓ નેશનલ ગેમ્સમાં પોતાનું કૌવત બતાવશે ધાનપુર તાલુકાની એક યુવતી અને યુવકોની પસંદગી થઈ ગરબાડા તાલુકાના ગુંગરડી ગામની વતની અને હાલમાં દાહોદની જીવનદીપ સોસાયટી ખાતે રહેતી ડિમ્પલ રાઠોડ રગ્બીની ગુજરાતની મહિલા ટીમની આસિસ્ટન્ટ કોચ છે દાહોદ શહેરની 16 વર્ષીય યશાયા હાફિઝ કોન્ટ્રાક્ટર પણ ટ્રેપ શૂટિંગમાં ભાગ લેશે એથલેટિક્સ ટીમમાં 3 યુવતી અને એક યુવકનો સમાવેશ કરાયો અમદાવાદ ખાતે યોજાનારી એથલેટિક્સ સ્પર્ધામાં ગુજરાતની ટીમમાં દાહોદ જિલ્લાનું પ્રતિનિધિત્વ જોવા મળી રહ્યું છે દાહોદ જિલ્લાના નાના ગામ અને નગરના યુવક યુવતીઓનો નેશનલ ગેમ્સમાં સમાવેશ થયો એથલેટિક્સની ગુજરાતની ટીમમાં ભોરવા ગામની ભાગ્યશ્રી નવલે દેવગઢ બારીયાની રીના પટેલ રણધીકપુરનો બાબુ બરજોડ અને ધાનપુરની કાજોલ કનવડે નેશનલ એથલેટિક્સ સ્પર્ધામાં ભાગ લઈ દાહોદને ગૌરવવંતુ બનાવશે