દાહોદ તાલુકાના બોરડી કોટડા બુઝર્ગ ગામે ઘરના આંગણે પાર્ક કરેલી બાઈક ચોરાઈ..

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે, દાહોદ

 

દાહોદ તાલુકાના બોરડી કોટડા બુઝર્ગ ગામે ઘરના આંગણે પાર્ક કરેલી બાઈક ચોરાઈ..

દાહોદ તા.૨૬

 

દાહોદ તાલુકાના બોરડી કોટડા બુઝર્ગ ગામેથી ઘરના આંગણે લોક મારી પાર્ક કરેલ મોટરસાઈકલની ચોરી થયાંનું જાણવા મળે છે.

 

ગત તા.૧૯મી સપ્ટેમ્બરના રોજ બોરડી કોટડા બુઝર્ગ ગામે માળ ફળિયામાં રહેતાં મહેશભાઈ મકનભાઈ ભુરીયાએ પોતાની મોટરસાઈકલ પોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી. આ મોટરસાઈકલને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મોટરસાઈકલનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે મહેશભાઈ મકનભાઈ ભુરીયાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Share This Article