દાહોદ શહેરમાં મેઘરાજાની ધમાકેદાર પધરામણી ની વચ્ચે વિઘ્નહર્તાને ભાવભીની વિદાય અપાઈ…

Editor Dahod Live
4 Min Read

રાજેન્દ્ર શર્મા, દાહોદ લાઇવ ડેસ્ક

દાહોદ શહેરમાં મેઘરાજાની ધમાકેદાર પધરામણી ની વચ્ચે વિઘ્નહર્તાને ભાવભીની વિદાય અપાઈ…

દાહોદ તા.૧૦

દાહોદ શહેરમાં ગતરોજ શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન દાહોદ પરેલ સાત બંગલા પાછળ આવેલ તળાવમાં કરવામાં આવેલ હતું. વિસર્જન વેળાએ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં ગણેશ ભક્તોમાં ખુશીનો માહોલ છવાયો હતો પરંતુ વિસર્જન સ્થળે પહોંચતાં તળાવની આસપાસ કાદવ, કીચડનું સામ્રાજ્ય સર્જાયું હતું. ગણેશજીની યાત્રાના રૂટ ઉપર લાઈનો પણ અભાવ હતો અને કોઈ સુવિધાઓ પુરી ન પડાતાં ગણેશજીના વિસર્જનની અવ્યવસ્થાઓ ગણેશ મંડળોમાં જાેવા મળતાં ગણેશ મંડળોમાં ભારે નારાજગી સાથે અનેક આક્ષેપો પણ થવા પામ્યાં હતાં સાથે સાથે ઘણા ગણેશ મંડળો દ્વારા દાહોદ નગરપાલિકા હાય.. હાય..ના નારા પણ લાગ્યાં હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે પાલિકા સત્તાધિશો ગણેશ વિસર્જનની તૈયારીઓમાં વ્યવસ્થાઓ પુરી પાડવામાં ઉણું ઉતર્યું હશે ? ગણેશ મંડળોમાં આક્રોશ સાથે પાલિકાની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠાવ્યાં હતાં. શ્રીજીનું વિસર્જન વહેલી સવારના પાંચ વાગ્યાં સુધી ચાલ્યું હતું.

દુંદાળા દેવ શ્રી ગણપતિ બાપ્પા ૧૦ દિવસનું આતિથ્ય માણ્યા બાદ ગતરોજ બાપ્પાનું દાહોદ શહેર સહિત સહિત જિલ્લામાં વાજતે ગાજતે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું. દાહોદ શહેરમાં ઐતિહાસિક છાબ તળાવ ખાતે શ્રીજીનું વિસર્જન કરવામાં આવે તેવી પહેલાથી જ દાહોદ શહેરના ગણેશ મંડળોમાં લાગણી અને માંગણી ઉઠવા પામી હતી જે અનુસંધાને દાહોદ નગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર સાથે ગણેશ મંડળોની મીટીંગ પણ યોજાઈ હતી પરંતુ સ્માર્ટ સીટી અંતર્ગતના કામોને ધ્યાનમાં રાખી અને છાબ તળાવના બ્યુટીકેશનની કામગીરીને ધ્યાનમાં રાખી સત્તાધિશો દ્વારા છાબ તળાવ ખાતે શ્રીજીના વિસર્જનની મંજુરી આપી ન હતી ત્યારે વૈકલ્પીક વ્યસ્થા ઉભા કરતાં પ્રથમ કલેક્ટર કચેરીની પાછળ કૃત્રિમ તળાવમાં શ્રીજીનું વિસર્જન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું પરંતુ ત્યાર બાદની ગણેશ મંડળો સાથેની તંત્રની પુનઃ મીટીંગમાં આખરે દાહોદ પરેલ સાત બંગલા પાછળ આવેલ તળાવમાં ખાતે શ્રીજીની પ્રતિમાને વિસર્જન કરવામાં આવશે તેમ નક્કી કરવામાં આવ્યું હતું. ગતરોજ શ્રીજીની પ્રતિમાના વિસર્જન ટાળે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતાં સમગ્ર દાહોદ શહેર સહિત જિલ્લામાં વરસાદી પાણી છવાઈ ગયાં હતાં ત્યારે દાહોદ શહેરમાં વિસર્જન સ્થળે કાદવ, કીચડનું સામ્રાજ્ય સર્જાઈ ગયું હતું. ટ્રેક્ટર લઈ નીકળેલ ગણેશ મંડળોના વાહનો કાદવ, કીચડમાં ફસાઈ જવાના બનાવો પણ બન્યાં હતાં જેને પગલે પણ ગણેશ મંડળોમાં આક્રોશ જાેવા મળ્યો હતો બીજી તરફ ગણેશ મંડળોના જણાવ્યાં અનુસાર, દાહોદ નગરપાલિકા દ્વારા પોતાને ખાત્રી આપવામાં આવી હતી કે ગણેશ યાત્રાના રૂટ પર લાઈટો હશે, રસ્તાઓ હશે, પુરતા સાધનો હશે, પરંતુ આવી કોઈ સુવિધા જાેવા મળી ન હતી. એક ક્રેઈન પણ બગડી ગઈ હતી. તંત્રના કોઈ જવાબદાર અધિકારી કે કોઈપણ કર્મચારી સ્થળ પર હાજર ન હોવાના આક્ષેપો પણ ગણેશ મંડળો દ્વારા કરવામાં આવ્યાં હતાં ત્યારે થોડા ઘણા કર્મચારીઓ હાજર હતાં તેઓને આ સમસ્યાઓ વિશે પુછતાં તેઓની પાસેથી પણ કોઈ યોગ્ય જવાબ મળતો ન હતો ના પણ ગણેશ મંડળો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યાં હતાં અને આક્રોશમાં આવેલ ગણેશ મંડળો દ્વારા દાહોદ નગરપાલિકાના હાય.. હાય..ના નારા લગાવ્યાં હતાં.

 

બોક્સ ઃ-

 

ગણેશ દ્વારા નગરપાલિકાના હાય.. હાય.. ના નારા લગાવ્યાં તેનું કારણ અમે જાણ્યું તેનું કોઈ એવું કારણ છે નથી. દાહોદ નગર પાલિકા દ્વારા એ ટું ઝેડ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે પરંતુ કુદરતી રીતે વરસાદનું આવવાનું થયું અને નાની મોટી તકલીફનું નિર્માણ થયું હતું પરંતુ તેમ છતાં પણ ગણપતિ વિસર્જન એકદમ શાંતિ પુર્ણ માહૌલમાં સમ્પન્ન થઈ રહ્યું છે. કોઈ ક્રેન બગડી નથી. બંન્ને બે ક્રેઈન કાર્યરત છે

 

અમુક ગણેશ મંડળો દ્વારા નગરપાલિકાના હાય.. હાય.. નારા લાગ્યાં અને તે લોકોનું કહેવું એવું હતું કે અહીં કોઈ વ્યવસ્થા નથી પરંતુ દાહોદ નગરપાલિકા સતત બે દિવસથી વ્યસ્થાઓમાં લાગેલ છે અને પુરી રીતે અમોએ વ્યવસ્થા પુર્ણ કરી હતી પરંતુ સાંજના સમયે વરસાદ આવતાં થોડું પાણી ભરાઈ જવાથી જગ્યા નવી હોવાથી તાત્કાલિક પાલિકાના કર્મચારીઓ દ્વારા પાણી ઉલેચી લીધું હતું પરંતુ અમુક રાજકીય મામલા માટે થઈ આ ધાર્મિક વિવાદો ઉભા કરતાં હોય છે પરંતુ ગણેશ વિસર્જન શાંતિ પુર્ણ વાતાવરણમાં ચાલી રહ્યું છે.

 

 

Share This Article