
શબ્બીરભાઈ સુનેલવાલા :- ફતેપુરા
ફતેપુરામાં 75 આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત પોલીસ પરિવાર,વેપારી એસોસિયન તેમજ ગ્રામજનો દ્વારા વિશાળ તિરંગા રેલી યોજાઈ
ભારત માતાકી જય. વંદે માતરમ જેવા દેશભક્તિના સુત્રો સાથે પોલીસ દ્વારા નગરમાં તિરંગા ની આન બાન શાન સાથે સંજેલી નગરમાં નીકળી હતી રેલી .
આઝાદી ના 75 વર્ષ પૂર્ણ થયાં તેની ઉજવણી અને સંસ્કૃતિ તથા સિદ્ધિઓના ગૌરવશાળી ઇતિહાસ ની ઉજવણી કરવા માટે સર્વે દેશ પ્રેમીઓ આપણા આ વિશેષ પર્વની ઉજવણીમાં સહભાગી થઈ રહ્યા છે .. ત્યારે ફતેપુરા પોલીસ પરિવાર પણ આ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી થઈ અને તિરંગા સાથે ફતેપુરા નગરમાં તિરંગા રેલી નીકળી હતી.
ફતેપુરા ટાઉન પોલીસ મથકના પી એસ આઇ જી બી બરંડાની આગેવાનીમાં ફતેપુરા ખાતે તિરંગા રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ફતેપુરા પોલીસ મથક ના પોલીસ કર્મચારીઓ તેમજ હિંદુ મુસ્લિમ દાઉદી વ્હોરા સહીત દરેક સમાજના નાના-મોટા હાથમાં તિરંગા લઈને તિરંગા રેલીમાં જોડાયા હતા ફતેપુરા માર્કેટિંગ યાર્ડ થી તિરંગા રેલીની શરૂઆત કરવામાં આવી હતી . ફતેપુરાના મેન બજારમાં એસ ટી સ્ટેન્ડ થઈને સમગ્ર ગામમાં તિરંગા રેલી ફરી ને ફતેપુરા અનાજ માર્કેટ ના પટાગણ માં રાષ્ટ્રગીત ગાઈ ને સમાપ્ત થયેલ હતી ફતેપુરા નગર દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું અને દેશભક્તિના સૂત્રો સાથે ફતેપુરા નગર ડી જે ના રાષ્ટ્રીય ગીત થી ગુંજી ઉઠ્યું હતું ..