રાજેન્દ્ર શર્મા :- દાહોદ
દાહોદ:નાના અને મધ્યમ વર્ગ માટે લાઈફલાઈન ગણાતી વધુ એક પેસેન્જર ટ્રેન પુનઃ શરૂ કરવા રેલવે તંત્રની લીલી ઝંડી..
દાહોદ તા.04
પશ્ચિમ રેલવે દ્વારા રતલામ મંડળ થી ઉપડતી તેમજ દાહોદ પંચમહાલ સહિતના આસપાસના વિસ્તારો માટે લાઈફલાઈન ગણાતી વધુ એક પેસેન્જર ટ્રેનને પુનઃ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.
કોરોના કાળમાં પશ્ચિમ રેલવે દ્વારા બંધ કરાયેલી મેલ એક્સપ્રેસ ટ્રેન તેમજ લોકલ ટ્રેનોને તબક્કાવાર પુનઃ શરૂ કરવાનું નિર્ણય કર્યો છે. જેમાં દાહોદ થી ઉપડતી વધુ એક પેસેન્જર ટ્રેનને શરૂ કરવાનો નિર્ણય રેલવે તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે.જેમાં અગામી તારીખ 06 ઓગસ્ટથી ટ્રેન નંબર 09350 દાહોદ- આણંદ મેમુ ટ્રેનને શરૂ કરવાની લીલીઝંડી આપી છે. જે અંતર્ગત આ ટ્રેન અગામી 6 ઓગસ્ટથી દાહોદથી સવારે 11:25 વાગ્યે દાહોદ થી ઉપડી રેટીયા,જેકોટ, ઉસરા મંગલ મહુડી, લીમખેડા,પીપલોદ,સંતરોડ, કાનસુડી, થઈ 12:55 વાગ્યે ગોધરા પહોંચે છે તેમજ ત્યાંથી 12:57 વાગ્યે ઉપડી બપોરના 15:35 વાગ્યે આંણદ ખાતે પહોંચશે…
