Thursday, 21/11/2024
Dark Mode

દે.બારિયા તાલુકાના અસાયડી ગામે ઇન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે ઉપર પેપર રોલ ભરેલા ટ્રકમાં આગ લાગતા માલ સહિત ટ્રક બળીને ખાક:ડ્રાઈવરની સમય સૂચકતાથી બચાવ.

દે.બારિયા તાલુકાના અસાયડી ગામે ઇન્દોર-અમદાવાદ નેશનલ  હાઈવે ઉપર પેપર રોલ ભરેલા ટ્રકમાં આગ લાગતા માલ સહિત ટ્રક બળીને ખાક:ડ્રાઈવરની સમય સૂચકતાથી બચાવ.

જીગ્નેશ બારીયા/નીલ ડોડીયાર :- દાહોદ 

  • દે.બારિયા તાલુકાના અસાયડી ગામ પાસે હાઈવે ઉપર એક ટ્રકમાં આગ લાગતા માલ સહિત ટ્રક બળીને ખાક:ડ્રાઈવરની સમય સૂચકતાથી બચાવ.
  • ઇન્દોર અમદાવાદ હાઇવે ઉપર પેપર રોલ ભરીને જતી ટ્રક માં આગ.
  • પેપર રોલ તેમજ ટ્રક બળીને ખાક.
    દેવગઢ બારિયા તાલુકાના અસાયડી ગામે અમદાવાદ ઇન્દોર હાઇવે ઉપર પસાર થતી એક ટ્રકમાં એકાએક આગ લાગતાં ટ્રક સહિત તેમાં ભરેલો માલ બળીને ખાક ડ્રાઇવરની સમય સૂચકતાથી ડ્રાઇવરનો આબાદ બચાવ થયાનું જાણવા મળે છે
  • પ્રાપ્ત માહિતી મુજબ દેવગઢ બારિયા તાલુકાના અસાયડી ગામે અમદાવાદ ઇન્દોર હાઇવે ઉપરથી ટ્રક નંબર એમ .પી ૦૯.૨૮૧૩ જે મોરબી થી પેપર રોલ ભરી ઉજ્જૈન તરફ જઈ રહી હતી ત્યારે બપોરના અગિયાર વાગ્યાના અરસામાં અસાયડી ગામની નજીક માંથી પસાર થઈ રહી હતી ત્યારે એન્જિનમાં એકાએક આગ ભભૂકતા ડ્રાઇવર હેબતાઈ ગયો હતો તેને સમય સુચકતા વાપરી ટ્રક રોડની બાજુમાં ઉભી કરી દઈ તે ટ્રકમાં થી ઉતરી ગયો હતો ત્યારે આગ કેબિનમાં પ્રસરતા ટ્રકચાલકે તાત્કાલિક દેવગઢબારિયા ફાયર ફાઈટરની જાણ કરતા ફાયર ફાઈટર ઘટનાસ્થળે પહોંચે તે પહેલા ટ્રક આખી આગની લપેટમાં આવી ગઈ હતી અને ટ્રકમાં ભરેલા પેપર રોલ પણ સરગવા લાગ્યા હતા ત્યારે આ રસ્તા ઉપરથી પસાર થતાં અન્ય વાહનો પણ વિકરાળ આગને જોઈ રોકાઈ ગયા હતા ત્યારે દેવગઢબારિયા ફાયર ફાયટરોએ આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવતા બે ટેન્કર જેટલો પાણીનો મારો ચલાવતા આગ પર કાબુ મેળવ્યો હતો.ત્યારે આગમાં સંપૂર્ણ ટ્રક બળીને ખાખ થઈ ગઈ હતી. ત્યારે સદનસીબે આ આગમાં કોઈ જાનહાની થવા પામી ન હતી અને આ બનાવ અંગે મોડા સુધી કોઈ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી ન હતી.
error: Content is protected !!