Sunday, 08/09/2024
Dark Mode

દેવગઢબારિયા તાલુકાના ભથવાડા ટોલનાકા પર બે વર્ષ અગાઉ 24 લાખના અફીણના જથ્થા સાથે ઝડપાયેલા ત્રણેય આરોપીઓને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી.

February 28, 2023
        641
દેવગઢબારિયા તાલુકાના ભથવાડા ટોલનાકા પર બે વર્ષ અગાઉ 24 લાખના અફીણના જથ્થા સાથે ઝડપાયેલા ત્રણેય આરોપીઓને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી.

ગૌરવ પટેલ :- લીમખેડા 

દેવગઢબારિયા તાલુકાના ભથવાડા ટોલનાકા પર બે વર્ષ અગાઉ 24 લાખના અફીણના જથ્થા સાથે ઝડપાયેલા ત્રણેય આરોપીઓને કોર્ટે 10 વર્ષની સજા ફટકારી.

દાહોદ તા.૨૮

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા પાસે વર્ષ ૨૦૨૦ના સમયગાળા દરમ્યાન દાહોદ એસ.ઓ.જી. પોલીસે એક ફોર વ્હીલર ગાડીમાંથી રૂા. ૨૪,૪૫,૩૦૦ના અફિણના જથ્થા સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડ્યાં હતાં. આ કેસ લીમખેડાની એડીશનલ ડિસ્ટ્રીક્ટ જજની કોર્ટમાં ચાલી જતાં લીમખેડાની કોર્ટ દ્વારા ત્રણેય આરોપીઓને ૧૦ વર્ષની સખત કેદની સજા સાથે રૂા. એક એક લાખના દંડનો હુકમ કરતાં કોર્ટ સંકુલમાં સ્તબ્ધતા સાથે ચકચાર મચી જવા પામી હતી.

ગત તા. ૨૭.૧૦.૨૦૨૦ના રોજ દાહોદ એસ.ઓ.જી. પોલીસ અને દેવગઢ બારીઆ પોલીસની સંયુક્ત ટીમને મળેલ બાતમીના આધારે નાકાબંધી કરી આવતાં જતાં વાહનોની તલાસી હાથ ધરતાં તે સમયે ત્યાંથી એક ફોર વ્હીલર ગાડી પસાર થતાં ફોર વ્હીલર ગાડીમાં સવાર ત્રણ પૈકી એક પોલીસને જાેઈ નાસી ગયો હતો જ્યારે બે ઈસમોને પોલીસે ઝડપી પાડી ગાડીની તલાસી લેતાં તેમાંથી અફિણનો ૨૪.૪૫૩ કિલો ગ્રામ જેની કિંમત રૂા. ૨૪,૪૫,૩૦૦ના જથ્થા સાથે ગાડીની કિંમત તેમજ મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂા. ૨૭,૬૦,૩૦૦નો મુદ્દામાલ પોલીસે ઝડપી પાડ્યો હતો. આ ઘટનામાં જે તે સમયે પોલીસે ઓમપ્રકાશ બાબુલાલ સારણ (બિસ્નોઈ) (રહે. રાજસ્થાન), મનોહરલાલ સંગમારામ સારણ (બિસ્નોઈ) (રહે. રાજસ્થાન) ને પોલીસે ઝડપી પાડ્યાં હતાં જ્યારે દિપારામ ઉદારામ બિસ્નોઈ (રહે. રાજસ્થાન) પોલીસને ચકમો આપી નાસી ગયો હતો. પોલીસે સઘન તપાસ દરમ્યાન ફરાર દિપારામને પણ ઝડપી પાડ્યો હતો. આ ત્રણેય વિરૂધ્ધ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારે આ સબબનો કેસ લીમખેડાની એડીશનલ ડિસ્ટ્રીક્ટ કોર્ટ, લીમખેડાની કોર્ટમાં ચાલી જતાં કોર્ટ દ્વારા ઉપરોક્ત ત્રણેય આરોપીઓને ૧૦ વર્ષની સખત કેદની સજા તેમજ એક એક લાખનો દંડ ફટકાર્યાે હતો ત્યારે જાે આરોપીઓ દંડ નહીં ભરે તો વધુ ૦૬ માસની સાદી કેદનો હુકમ કરવામાં આવતાં કોર્ટ સંકુલમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો.

—————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!