દેવગઢ બારિયા તાલુકાના જુના બારિયા ગામે  પૂરઝડપે આવી રહેલા ડમ્પરની અડફેટે મોટરસાયકલ સવાર યુવકનું મોત..

Editor Dahod Live
1 Min Read

દેવગઢ બારિયા તાલુકાના જુના બારિયા ગામે  પૂરઝડપે આવી રહેલા ડમ્પરની અડફેટે મોટરસાયકલ સવાર યુવકનું મોત..

દાહોદ તા.૦૯

 બારીયા તાલુકાના જુના બારિયા ગામે પૂરઝડપે આવી રહેલા ડમ્પર ચાલકે મોટરસાયકલ ચાલકને અડફેટે લેતા મોટરસાયકલ ચાલકને જીવલેણ ઈજાઓ પહોંચતા તેનું સારવાર દરમિયાન મોત નિપજયુ હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળેલ છે. 

  દેવગઢ બારીઆ તાલુકાના જુનાબારીઆ ગામેથી ડમ્પર ચાલક પોતાનું ડમ્પર  પૂર ઝડપે તેમજ બેફિકરાઈ પૂર્વક  હંકારી પસાર થઈ રહ્યો હતો.તે દરમ્યાન ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલા ર દેવગઢ બારીઆ તાલુકાના ટીભરવા ગમાર ફળિયાના રમેનભાઈ ગમારની મોટરસાઈકલને અડફેટમાં લઈ  ટક્કર મારી ભાગવા જતાં આગળ જતાં ડમ્પર પલ્ટી ખાઈ ગયું હતું. ત્યારબાદ ડમ્પર  ચાલક ભાગી ગયો હતો.જોકે અકસ્માતમાં ફંગોળાયેલ રેમનભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવતાં જ્યાં સારવાર દરમ્યાન રેમનભાઈનું મોત નીપજયુ હતું.

 ઉપરોક્ત બનાવ સંબંધે ટીભરવા ગામના બીજલભાઈ મનાભાઈ ગમારે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસ ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

———————————————————-

Share This Article