
રાહુલ મહેતા :- દે. બારીયા
દેવગઢ બારીયા કોલેજમાં એક યુવક દ્વારા અભ્યાસ કરતી યુવતીને માર મારવા તેમજ ધમકી આપવા ના પ્રકરણ માં પોલીસે યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
યુવતીને મુસ્લિમ યુવક દ્વારા ત્રણ ચાર લાફા ઝીકી ધમકી આપી હતી
તું મારી સાથે લગ્ન કરવા કેમ ના પાડે છે કેમ કહી યુવકે માર મારી ધમકી આપી હતી
યુવતી દ્વારા ફરિયાદ આપતા નગર સહિત કોલેજમાં ચર્ચાનો વિષય
દે. બારીયા તા 30
દેવગઢબારિયા નગરની કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને નગરના એક મુસ્લિમ યુવકે ગાલ ઉપર થપ્પડ મારી ધમકી પ્રકરણમાં પોલીસે યુવકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
પ્રાપ્ત માહિતી મુજબ ગત તારીખ ૨૯ ના રોજ દેવગઢબારિયા કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને રાધે ગોવિંદ વિસ્તારમાં રહેતા સાહિલ સાજીદ ખાન પઠાણે યુવતીને ગાલ ઉપર લાફા ઝીકી ધમકીઓ આપવાના પ્રકરણમાં સાહિલ પઠાણ ને પોલીસે તાત્કાલિક ઝડપી લઇ કોરોના ટેસ્ટ માટે મોકલી આપ્યો હતો ત્યારે તેને રિપોર્ટ નેગેટીવ આવતા પોલીસે તેની ધરપકડ કરી જેલના સળીયા પાછળ ધકેલી હાલમાં પોલીસે કોલેજ કેમ્પસમાં બનેલ આ બનાવને લઇ વધુ તપાસ હાથ ધરી છે ત્યારે આ બનાવને લઇ કોલેજ કેમ્પસ થી લઈ નગરમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો ત્યારે હાલ નગરમાં આવા કેટલાય બનાવો કદાચ બનતા હશે જેમાં યુવતીઓ યુવકની ધાક ધમકીઓથી ડરી તેમને વશ થઈ હશે ત્યારે હવે આ ફરિયાદથી યુવતીઓ આ યુવક સામે ફરિયાદ કરવામાં પાછી પાની નહીં કરે તેમ જણાઇ રહ્યું છે