લીમખેડા તાલુકાના દાભડા ગામેથી લાકડા ભરેલ ટ્રેક્ટર પસાર થતી વેળાએ એક ટ્રકે આ લાકડા ભરેલ ટ્રકને અડફેટમાં લેતાં ટ્રેક્ટર પલ્ટી ખાઈ ગયું હતું. ટ્રેક્ટર પલ્ટી ખાતાના સાથે જ અંદર સવાર ડ્રાઈવર સહિત બેને શરીરે ઈજાઓ થયાનું જાણવા મળી રહ્યું છે.
દાહોદ તાલુકાના કાળી તળાઈ ગામે વારંવાર માર્ગ અકસ્માતનો બનાવો બનતાં રહે છે ત્યારે આજ માર્ગ પર આવેલ દાભડા ગામના હાઈવે રસ્તા પર આજરોજ વહેલી સવારે ૦૬ વાગ્યાના આસપાસ એક લાકડા ભરેલ ટ્રેક્ટર દાહોદ તરફ આવી રહ્યું હતું તે સમયે પાછળ થી આવતા ટ્રક ચાલકે પોતાના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રેક્ટર ચાલકને અડફેટમાં લેતા ટ્રેક્ટર ચાલકને સખત ઈજાઓ પહોંચતા તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. રસ્તા વચ્ચે લાકડા વેર વિખેર થઈ ગયા હતાં. કલાકો સુધી આ માર્ગનો રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો હતોં. આ માર્ગ ઉપર અવાર નવાર અકસ્માત થતા ત્યાં અકસ્માત ઝોન નું બોર્ડ લગાવવું જરૂરી બની ગયું છે. બે દિવસ અગાઉ આ માર્ગ ઉપર ઇન્દોર થી પાલીતાણા જતા કારને પણ અકસ્માત થયો હતો સદનસીબે કોઈને ઈજા થઈન હતી.