Friday, 22/11/2024
Dark Mode

સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ દાહોદ જિલ્લામાં કોરોના વકર્યો:સાગમટે 19 કેસોના ધડાકા સાથે ખળભળાટ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ દાહોદ જિલ્લામાં કોરોના વકર્યો:સાગમટે 19 કેસોના ધડાકા સાથે ખળભળાટ

જીગ્નેશ બારીયા :- દાહોદ 

  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ દાહોદ જિલ્લામાં કોરોના વકર્યો
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કરેલ લાપરવાહીના કારણે કોરોનાએ માથું ઉચક્યું 
  • દાહોદ જિલ્લામાં સાગમટે 19 કેસો સામે આવતા ખળભળાટ
  • દાહોદ શહેરમાંથી 12 તેમજ ગ્રામ્ય વિસ્તાર તેમજ તાલુકા મથકમાં 7 કેસોનો ઉમેરો

દાહોદ, તા.૧૯

દાહોદ જીલ્લામાં શુક્રવાવરના રોજ કોરોનાના ૧૯ પોઝીટીવ કેસો આવ્યા છે. તેની સાથે જીલ્લામાં ર૯ર૮ નો કુલ આંકડો નોંધાયો છે.ત્યારે એક્ટીવ કેસ ૭પને પાર કરી ગયો છે. આ ૧૯ પૈકી દાહોદ અર્બન વિસ્તારમાંથી ૧૨ કેસોનો સમાવેશ થાયે છે ત્યારે દાહોદ અર્બન વિસ્તારમાં કોરોના સંક્રમણ વધી રહ્યો છે તેમ કહીએ તો તેમાં કોઈ અતિશ્યોક્તિ નહીં ગણાય.

દાહોદ જીલ્લામાં સ્થાનિક સ્વરાજની ચુંટણી બાદ કોરોના ફેલાશે તેવી દહેશત હતી.ત્યારે છેલ્લા ૪ દીવસથી દાહોદ જીલ્લામાં દિન પ્રતિદીન કોરોના કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.એટલુ જ નહી આ તો સરકારી આંકડા મુજબ નોધાયેલા છે.પરંતુ ખાનગી હોસ્પીટલમાં અને ખાનગી લેબમાં આનાથી અનેક વધુ કેસો હોવાનું જાણવા મળી રહ્યું છે. ચુંટણી દરમ્યાન સભા,રેલીઓ દરમ્યાન સોશ્યલ ડીસ્ટન્સ માસ્કના અભાવના કારણે તેમજ લોકોની બેદરકારીમાં ભીડભાડમાં સોશ્યલ ડીસ્ટન્સ અને માસ્ક વગર ફરતા હોવાના કારણે કોરોનાના કેસો વધ્યાં છે ત્યારે કોરોના ૧૯ કેસો નોંધાતાં જિલ્લાવાસીઓ સાથે સાથે આરોગ્ય તંત્રમાં પણ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. આજના ૧૯ કેસો પૈકી દાહોદ અર્બન વિસ્તારમાંથી ૧૨, દાહોદ ગ્રામ્ય વિસ્તારમાંથી ૦૨, ઝાલોદ ગ્રામ્યમાંથી ૦૧, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦૧, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી ૦૧ અને ફતેપુરામાંથી ૦૨ કેસનો સમાવેશ થાય છે.  વધતાં કેસોને પગલે દાહોદ જિલ્લા આરોગ્ય તંત્રની ટીમ પણ એલર્ટ બની છે. કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે ઠેર ઠેર સેનેટરાઈઝરની કામગીરીનો પણ આરંભ કરી દેવામાં આવ્યો છે. જાણવા મળ્યા અનુસાર, બીજી તરફ આરોગ્ય અને પોલીસ તંત્રની સંયુક્ત ટીમ દ્વારા દાહોદ જિલ્લાને અડીને આવેલ સરહદી વિસ્તારમાં પણ સઘન આરોગ્ય ચેકીંગ સાથે અવર જવર કરતાં મુસાફરોનું સ્ક્રીનીંગ સહિત ટેસ્ટ હાથ ધરવામાં પણ આવી રહ્યું છે. છેલ્લા એક સપ્તાહથી વધારે સમયથી એકલ દોકલ અને પાંચ – દશ કેસો સાથે કોરોના સંક્રમણનો આંકડો જિલ્લામાં વધતો હતો પરંતુ આજે એકસાથે ૧૯ કોરોના કેસો નોંધાતાં આરોગ્ય તંત્ર અને જિલ્લાવાસીઓમાં ફરી ફફડાટ પણ જાેવા મળ્યો હતો. આગામી દિવસોમાં આ કોરોના રૂપી રાક્ષ જિલ્લામાં કેવું રૂપ ધારણ કરશે તે જાેવાનું રહ્યું.

——————————————————

error: Content is protected !!