દાહોદ નગરપાલિકાની પ્રમુખ-ઉપ પ્રમુખની વરણી કરાઈ….

Editor Dahod Live
1 Min Read

  જીગ્નેશ બારીયા :- દાહોદ 

  • દાહોદ નગરપાલિકાની પ્રમુખ ઉપ પ્રમુખની વરણી કરાઈ
  • દાહોદવાસીઓ તેમજ રાજકારણીઓના આતુરતાનો અંત
  • વોર્ડ નંબર 4 માંથી બિનહરીફ ચૂંટાયેલી મહિલા કાઉન્સિલર રીનાબેન ધર્મેન્દ્ર પંચાલ પર પસંદગીનો કળશ ઢોળાયો,
  • ઉપ પ્રમુખ તરીકે વ્હોરા કોમ્યુનિટીમાંથી આવતા વોર્ડ નંબર 6 ના કાઉન્સિલર અબદી ચાલ્લવાલાને ઉપ પ્રમુખ બનાવી વ્હોરા કોમ્યુનિટીમાં ભાજપનો વોટબેન્ક મજબૂત કરવા પ્રયાસ કરાયો 

દાહોદ તા.૧૭

આજરોજ દાહોદ નગરપાલિકા ના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના સદસ્યોની વરણી થતાં પાલિકામાં ખુશીનો માહોલ સર્જાય જવા પામ્યો હતો દાહોદ નગરપાલિકા ના મહિલા પ્રમુખ તરીકે રીનાબેન ધર્મેન્દ્રકુમાર પંચાલ ઉપ-પ્રમુખ તરીકે અબદી સમુલભાઈ ચલ્લાવાલાની વરણી થતાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

આજરોજ સવારના 11:00 દાહોદ નગરપાલિકા સભાખંડ ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રમુખ તરીકે રીનાબેન ધર્મેન્દ્ર કુમાર પંચાલની વરણી થઈ હતી જ્યારે ઉપ-પ્રમુખ તરીકે અબદી સમુલભાઈ ચલ્લાવાલાની વરણી થઈ હતી.કારોબારી ચેરમેન તરીકે લક્ષ્મણભાઈ લાલાભાઇ પક્ષના નેતા તરીકે રાજેશભાઈ આસનદાસ અને દંડક તરીકે શ્રદ્ધાબેન ચિરાગકુમાર ભડગની નિયુક્તિ કરવામાં આવી હતી.

Share This Article