સીંગવડ તાલુકાના ઉદ્યોગિક તાલીમ કેન્દ્રના કમ્પાઉન્ડમાં ડિસ્પેચીગ રીસીવિંગ તને જોનલ રૂટની તાલીમ યોજાઇ

Editor Dahod Live
2 Min Read

કલ્પેશ શાહ :- સીંગવડ 

સીંગવડ તા.24

સીંગવડ તાલુકાના ઉદ્યોગિક તાલીમ કેન્દ્રના કમ્પાઉન્ડમાં ડિસ્પેચીગ રીસીવિંગ તને જોનલ રૂટ ની તાલીમ યોજાઇ

સિંગવડ તાલુકાના ઔદ્યોગિક તાલીમ કેન્દ્રના કમ્પાઉન્ડમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની ચુંટણીને ધ્યાનમાં લઈને ડી.આઈ.એલ.આર શાખાના ચૂંટણી અધિકારી ગામીત તાલુકા વિકાસ અધિકારી મકવાણા તથા સીંગવડ મામલતદાર પટેલ દ્વારા આગામી 28 ફેબ્રુઆરીના રોજ યોજાનાર ચૂંટણીને ધ્યાનમાં લઇ ડિસ્પેચિંગ. રીસીલીંગ તથા જોનલ રૂટના તમામ કર્મચારીઓની તાલીમ યોજવામાં આવી હતી. તેમાં કોવિડ 19 ની અમલવારી માટે પણ ડોક્ટર પ્રીતેશ પટેલ દ્વારા સૂચના આપવામાં આવી હતી.તથા કોરોનાને ધ્યાનમાં રાખીને તેનો ચુસ્ત પાલન થાય તેના માટે પણ સૂચના આપવામાં આવી હતી.ત્યાર પછી તેમાં એમટીએસનો સ્ટાફ ડિસ્પેચીંગ ટીમ તથા તેનો સ્ટાફ રીસીવિંગની ટીમ તથા તેનો સ્ટાફ ટીમ સુપરવાઇઝર તથા સ્ટાફ વગેરે આ મિટિંગમાં હાજર રહ્યા હતા તથા તેઓને આ ચૂંટણી માટે અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ સીંગવડ તાલુકો નવો બન્યો તેના પછી તાલુકા તથા જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ની કામગીરી પહેલી વખત થતી હોવાથી સરકારી અધિકારીઓ દ્વારા બહુત ચુસ્ત પ્રમાણે કામ કરવામાં આવી રહ્યું છે કોઈપણ કામમાં ભૂલ ના પડે તેની ખાસ નોંધ લેવામાં આવી રહી છે જ્યારે ચૂંટણી લગતો બધો જ સ્ટાફને પણ ધ્યાન રાખીને કામ કરવા માટે સૂચના આપવામાં આવી રહી હતી જ્યારે આના પહેલા ચૂંટણી માટે પટાવાળાની પણ મીટીંગ યોજવામાં આવી હતી તેમાં પણ અધિકારીઓ દ્વારા તેમને ચૂંટણીને લગતી માહિતી આપવામાં આવી હતી તથા ચુસ્ત પ્રમાણે ચૂંટણીમાં કામ કરવા જણાવ્યું હતું.

Share This Article