દાહોદ નગરપાલિકાની યોજાનારી ચૂંટણીમાં ભાજપ દ્વારા ગઈકાલે ઉમેદવારોની યાદી જાહેર થતાં ભાજપમાં ભડકો જોવા મળી રહ્યા છે. ગઈકાલ સાંજથી જ પક્ષમાંથી પડતા મુકાયેલા તેમજ નારાજ સનિષ્ઠ કાર્યકર્તાઓ દ્વારા રાજીનામાંનો દોર શરૂ થયો છે. ત્યારે દાહોદ
નગરપાલિકાના વોર્ડ નંબર 4 ના ગત ટર્મના કોરપોરેટર અને ભાજપાના જુના જોગી એવા અરવિંદ ચોપડાની ટિકિટ કપાઈ જતા પાર્ટીની અવગણનાથી નારાજ થયેલા અરવિંદ ચોપડાએ પાર્ટીની તમામ જવાબદારીઓમાંથી રાજીનામુ આપી આજરોજ અપક્ષમાં દાવેદારી નોંધાવી ચૂંટણીના રણમેદાનમાં આવી જતા વોર્ડ નંબર 4 માં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહીત અપક્ષ ઉમેદવારો વચ્ચે થનારી ચૂંટણીમાં રસપ્રદ જંગ જામવાના અણસાર જોવાઈ રહ્યા છે.