Sunday, 24/11/2024
Dark Mode

ગરબાડા તાલુકાના આંતરિયાળ રસ્તાઓ બિસ્માર હાલતમાં…

ગરબાડા તાલુકાના આંતરિયાળ રસ્તાઓ બિસ્માર હાલતમાં…

વનરાજ ભુરીયા :- ગરબાડા 

ગરબાડા તા.09

રાજ્ય સરકાર દ્વારા રસ્તાઓની યોજના માટે કરોડો રૂપિયાની ફાળવણી કરવામાં આવે છે.ત્યારે રાજ્યના ગ્રામીણ વિસ્તારો તેમજ શહેર ના કેટલાય વિસ્તારોમાં રસ્તાઓ દયનીય હાલતમાં જોવા મળી રહ્યા છે.ત્યારે ગરબાડા તાલુકા મથક તેમજ  ગ્રામ્ય વિસ્તારના આંતરિયાળ રસ્તાઓની હાલત ખુબ જ ખરાબ છે. રસ્તાઓની વચ્ચે કે આજુબાજુના વિસ્તારમાં ખાડાઓ અને માત્ર કાંકરાઓજ જોવા મળે છે.આ રસ્તાઓના કામોમાં હલકી ગુણવત્તાના મટીરિયલ વાપરવામાં આવે છે.તો કેમ આ રસ્તાઓ વરસની અધવચ્ચે જ પોતાનો દમ તોડી જ નાખે એ સ્વાભાવિક છે રસ્તાઓના કામ માટે કરોડો રૂપિયાના ખર્ચે બનતા રસ્તાઓ ટૂંકાગાળામાં બિસ્માર થઈ જતા રસ્તા બનાવવાના કામોમાં ખાયકી થઈ હોવાની આશંકા જણાઈ રહી છે. ત્યારે વહીવટ તંત્ર દ્વારા બિસ્માર થઈ ગયેલા રસ્તાઓનું રીપેરીંગ કામ કરાવે તેવી લાગણી અને માંગણી ઉઠવા થવા પામી છે.

error: Content is protected !!