Friday, 22/11/2024
Dark Mode

ગરબાડામાં રેતી ખનન કરતા જેસીબી, તેમજ બે ટ્રેક્ટર જપ્ત કરાયાં

ગરબાડામાં રેતી ખનન કરતા જેસીબી, તેમજ બે ટ્રેક્ટર જપ્ત કરાયાં

 વનરાજ ભુરીયા :- ગરબાડા 

ગરબાડા તાલુકામાં ખનીજોનું ગેરકાયદે ખનન વર્ષોથી કરવામાં આવી રહ્યું છે. ત્યારે મામલતદારે હાલમાં તાલુકા મથક ગરબાડામાં જ ગેરકાયદે માટીનું ખનન કરનારનું એક જેસીબી મશીન અને બે ટ્રેકટર જપ્ત કરી દીધા છે હવે ખાણ ખનિજ વિભાગ દ્વારા જવાબદાર ને પેંલ્ટી ફટકારવા માં આવશે,પંરતુ આ ખનિજ ચોરી કાયમી ધોરણે બંધ થાય તેવી કડક કાર્યવાહી કરવી આવશ્યક બાબત બની છે .

ગરબાડા તાલુકામાં વગર રોયલ્ટી એ ખનિજ ચોરી કરી રોકડી કરી લેનારા વેપારીઓ વર્ષોથી સક્રિય છે . અવાર નવાર તેમની સામે કાર્યવાહી પણ કરવામાં આવે છે તેમ છતાં સંમપૂણૅ રીતે આ ગોરખ ધંધો ડામી શકાયો નથી . રેતીની ગેરકાયદે હેરાફેરી પણ તાલુકા તેમજ જિલ્લા અને જિલ્લા બાહર થી કરવામાં આવે છે સાથે સાથે હોલ સેલરો અને ઇંટો ના ભટ્ટા ઉપર આવી અસંખ્ય રેતીની ખાલી કરેલી ટ્રકોના રેતીના ઢગલા જોવા મળી શકે છે પરંતુ આ નેટવર્ક વર્ષોથી સક્રિય છે.

અને ગરબાડા તાલુકા મથકમા રેતી કપચી ના વિના પાસ પરમીટ વગરના વેપારીઓ મોટી મોટી દુકાનો ખોલીને બેઠા છે તો આવી જગ્યાઓ ઉપર પણ યોગ્ય તપાસ કરીને કાર્યવાહી કરવામાં તે જરૂરી છે

તેવી રીતે ગરબાડા તાલુકામાં પણ ગેરકાયદે ખનિજ ચોરી મોટા પાયે કરવામાં આવે છે. તેની સાબિતી રૂપ ઘટના શનિવારે જ બની છે . જેમાં તાલુકા મથક ગરબાડામાં જ માધ્યમિક શાળા ની સામે એક ડુંગરમાંથી વિના રોયલ્ટી પાસ વિના માટી નું ખોદકામ ચાલી રહ્યું હતું.

મામલતદાર કુલદીપ દેસાઈના ધ્યાને આવતા તેઓએ તપાસ કરી હતી પંરતુ કોઈપણ પ્રકારના પાસ પરમીટ વિના માટીનું ગેરકાયદે ખોદકામ ચાલતું હોવાથી તાત્કાલિક ખોદકામ બંધ કરાવ્યું હતું અને સ્થળ પરથી એક જેસીબી અને બે ટ્રેકટર જપ્ત કરી ખાણ ખનિજ વિભાગ ને અહેવાલ સુપરત કરવામાં આવ્યા છે

error: Content is protected !!