Monday, 07/07/2025
Dark Mode

દાહોદની ઝાયડસ મેડીકલ કોલેજ ખાતે”વાઈટ કોટ”સેરેમની તેમજ”ઝાયડસ ટાઈમ્સ”બુકનું લોન્ચિંગ કરાયુ

દાહોદની ઝાયડસ મેડીકલ કોલેજ ખાતે”વાઈટ કોટ”સેરેમની તેમજ”ઝાયડસ ટાઈમ્સ”બુકનું લોન્ચિંગ કરાયુ

 જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.૩૦

 દાહોદની ઝાયડસ મેડીકલ કોલેજ ખાતે વાઈટ કોટ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. આજથી આ સેરેમનીમાં સામેલ વિદ્યાર્થીઓને વાઈટ કોટની સાથે સાથે સ્ટેસ્થેસ્કોપ તથા ડિસેક્શન બોક્સ આપવામાં આવ્યું હતું.અને તારીખ ૧લી ફેબ્રુઆરીના રોજથી રેગ્યુલર ક્લાસ ચાલુ કરવામાં આવશે હોવાનું પણ જણાવાયું છે. આ સાથે ઝાયડસ ટાઈમ્સ બૂકનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું.

 દાહોદની ઝાયડસ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પિટલના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની વ્હાઈટ કોટ સેરેમની યોજાઈ હતી. ઝાયડસ ફાઉન્ડેશનના ડિરેક્ટર જે.બી. ગોરના અધ્યસ્થાને સંસ્થાના નીમનળીયા કેમ્પસમાં તારીખ ૨૯.૦૧.૨૦૨૧ના રોજ આયોજિત આ કાર્યક્રમમાં ઝાયડસ હોસ્પિટલના સી.ઓ.ઓ. ર્ડા.સંજયકુમાર, ડીન ર્ડા.સી.બી. ત્રિપાઠી, મેડિકલ સુપ્રિન્ટેન્ડેન્ટ ર્ડા.ભરત હઠીલા, જનરલ મેનેજર પ્રકાશ પટેલ, સિનિયર મેનેજર હેતલબેન રાવ, એડમીન વિશાલ પટલે સહિતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં આ મેડીકલ કોલેજના ૨૦૨૦ – ૨૧ના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને સફેદ કોટ, સ્થેટોસ્કોપ વિગેરે આપી પ્રોત્સાહિત કર્યાં હતાં. ઝાયડસ મેડિકલ કોલેજના સીઈઓ સંજયકુમારનું સ્વાગત કરવામાં આવ્યુ હતુ અને કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય પછી કાર્યક્રમની શરૂઆત કરાઈ હતી. આ પ્રસંગે ઝાયડસ કોલેજના સંજયકુમાર, ફાઉન્ડર મેમ્બર જે બી ગોર, ડીન સીબી ત્રિપાઠી, પ્રકાશ પટેલ, વિશાલ પટેલ અને સિનીયર મેડિકલ ઓફીસર સ્ટાફ અને નવી બેચના વિદ્યાર્થીઓ, પ્રેસ મિડીયાના કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે સ્નેક બાઈટ રિલેટેડ લાઈવ ટીચિંગ કરવામાં આવ્યું હતુ. તે ઈવેન્ટ લાઈફમાં માત્ર મેડિકલ ફિલ્ડમાં જ નહિ પણ રિયલ લાઈફમાં કામ લાગે છે અને એટલા માટે જ તે અદભુત અને ઉપયોગી હતુ તેવું સીઈઓ સંજયકુમારે જણાવ્યુ હતુ. અને તેઓ વધુ નવી સુવિધાઓ ઉપર પ્રકાશ પડતા આરટીપીસીઆર લેબ ઉપરાંત દાહોદમાં પ્લાસ્ટીક સર્જરીની પણ ઝાયડસ ખાતે શરૂઆત કરવામાં આવી છે અને સાથે જિલ્લાના સાંસદ જશવંતસીંહ ભાભોરની ડાયાલિસિસની પણ સુવિધા ઝાયડસમા જ થાય તે માટે રપ દિવસ અગાઉ રજુઆત કરવામાં આવી હતી અને જળ તેના ભાગ રૂપે ઝાયડસમાં ડાયાલીસીસ મશીન ઓપરેશનલ છે તેવું જણાવ્યુ હતુ. અને ત્યાર બાદ ડીન અને અન્ય પદાધિકારીઓના હસ્તે વ્હાઈટ કોટ સેરેમની થઈ હતી અને ઓથ લેવડાવ્યા હતા અને ત્યાર બાદ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી કાર્યક્રમ પુર્ણ કરાયો હતો.

————————–

error: Content is protected !!