Friday, 22/11/2024
Dark Mode

દાહોદ:નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો:9 વોર્ડમાંથી 152 ટિકિટ વાંછુંકોએ દાવેદારી નોંધાવી

દાહોદ:નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં ઉમેદવારોનો રાફડો ફાટ્યો:9 વોર્ડમાંથી 152 ટિકિટ વાંછુંકોએ દાવેદારી નોંધાવી

 જીગ્નેશ બારીયા ::- દાહોદ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી, નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોનો રાફડો ફાટ્યો:9 વોર્ડમાં કુલ 152 મુરતિયાઓએ દાવેદારી નોંધાવી:મોવડી મંડળ મંડળ માટે ટિકિટ પસંદગી માટે કપરા ચઢાણ

દાહોદ તા.૨૭

સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ દાહોદ જિલ્લામાં  રાજકીય પક્ષોએ  ચૂંટણી લક્ષી ગતિવિધિઓ આરંભી દીધી છે. ત્યારે આજે દાહોદ શહેરમાં ભાજપના નીરીક્ષકો આજે દાહોદ આવ્યાં હતાં આ દરમ્યાન દાહોદમાંથી અલગ અલગ વોર્ડમાંથી કુલ ૧૫૨ લોકોએ ટીકીટ મેળવવા દાવેદારી નોંધાવતાં આગામી સમયમાં ઉમેદવારોની પસંદગી પ્રક્રિયામાં મોવડી  મંડળ માટે કપરા ચઢાણ સાબિત થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે

સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીની તારીખની જાહેરાત થતાંની સાથે દાહોદ જિલ્લા ભાજપા, કોંગ્રેસ અને આપ પાર્ટી સહિત તમામ રાજકીય પક્ષોમાં ટીકીટ મેળવવા ધમપછાડાઓ ચાલી રહ્યાં છે.કોઈ ઉચ્ચસ્તરીય રજુઆતો, લાગવગોનો દૌર આરંભ કરી રહ્યાં છે તો કોઈ વ્હાલા – દવલાની નિતી અપનાવતાં પણ જાેવા મળી રહ્યાં છે તો કોઈ ટીકીટની લ્હાયમાં પક્ષ પલ્ટો પણ કરી રહ્યાં છે.ત્યારે આવા સમયે આજે દાહોદ શહેરમાં ભાજપના નીરીક્ષકોના આગમન સાથે જ દાહોદ શહેરના ભાજપના ઉમેદવારો ઉત્સાહીત સાથે ટીકીટ મેળવવાની લાલસાએ દોડધામોના દ્રશ્યો પણ કરતાં જાેવા મળ્યાં હતાં. દાહોદ શહેરમાંથી આજે કુલ ૧૫૨ લોકોએ ટીકીટ મેળવવા દાવેદારી નોંધાવતા ભાજપ તરફથી ઉમેદવારી કરવા માટે રાફડો ફાટ્યો હતો. જેમાંથી વોર્ડ નંબર ૦૧માંથી ૧૫, વોર્ડ નંબર ૦૨માંથી ૧૬, વોર્ડ નંબર ૦૩માંથી ૧૨, વોર્ડ નંબર ૦૪માંથી ૨૩, વોર્ડ નંબર ૦૫માંથી ૧૮, વોર્ડ નંબર ૦૬માંથી ૧૩, વોર્ડ નંબર ૦૭માંથી ૨૦, વોર્ડ નંબર ૦૮માંથી ૧૮ અને વોર્ડ નંબર ૦૯માંથી ૨૭ એમ કુલ ૧૫૨ લોકોએ ટીકીટ મેળવવા દાવેદારી નોંધાવી હોવાનું જાણવા મળેલ છે.

——————–

error: Content is protected !!