Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ શહેરના ઘાંચીવાડામાં રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગમાં બે બાળકો દાઝયા:એકનો ચમત્કારીક બચાવ, ઘરવખરીનો સામાન બળીને રાખ થયો

દાહોદ શહેરના ઘાંચીવાડામાં રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગમાં બે બાળકો દાઝયા:એકનો ચમત્કારીક બચાવ, ઘરવખરીનો સામાન બળીને રાખ થયો

 જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ શહેરના ઘાંચીવાડામાં રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગમાં બે બાળકો દાઝયા:એકનો ચમત્કારીક બચાવ,ઘટનામાં ઈલેક્ટ્રીક ઉપકરણો સહિત ઘરવખારીનો સમાન બળ્યો,

દાહોદ તા.25

દાહોદ શહેરના ઘાંચીવાડા વિસ્તારના બેનસો પાસે આવેલા અનવર સલીમભાઈ પઠાણના રહેણાંક મકાનમાં અકસ્માતે શોર્ટ સર્કિટથી આગ ફાટી નીકળતા ઘરમાં મુકેલા, ઇલેક્ટ્રિક ઉપકરણો તેમજ ઘરવખરીનો સમાન બળી જવા પામ્યો છે. જોકે આ આગના બનાવમાં બે બાળકો ઈજાગ્રસ્ત થતાં તેઓને ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે. જ્યારે એક બાળકનો ચમત્કારીક બચાવ થયો હતો.જોકે આગ લાગવાનું સાચું કારણ જાણી શકાયું નથી પરંતુ સ્થાનિકોના કહ્યા અનુસાર શોર્ટ સર્કિટના કારણે આગ બનાવ બન્યો હોવાનું કહેવાઈ રહ્યું છે.

 સવારના સમયમાં બનેલી ઘટનામાં ઘરમાં એકલા ત્રણ બાળકો દાઝયા  

દાહોદ શહેરના ઘાંચીવાડામાં રહેણાંક મકાનમાં શોર્ટ સર્કિટથી લાગેલી આગમાં બે બાળકો દાઝયા:એકનો ચમત્કારીક બચાવ, ઘરવખરીનો સામાન બળીને રાખ થયોશહેરના ઘાંચીવાડા વિસ્તારમાં બનેલી ઘટનામાં ત્રણેય બાળકો દાઝયા હતા. સવારના સમયમાં બનેલી ઘટનામાં ત્રણેય બાળકોના પિતા કલર કામ કરતા હોવાથી વહેલી સવારના સમયમાં કલર કામ પર જતા રહ્યા હતા.અને તેમની માતા બહાર શાકભાજી લેવા બહાર જતા ઘરમાં 6 વર્ષીય અરમાન પઠાણ, 4 વર્ષીય સારા પઠાણ તેમજ અઢી વર્ષીય આરફા પઠાણ મળી ત્રણેય બાળકો ઘરમાં એકલા હતા. અને આ બનાવ બનતા બે  બાળકો દાઝી ગયા હતા.અને એક નો ચમત્કારીક બચાવ થયો હતો.જોકે સ્થાનિક લોકોએ તાત્કાલિક ત્રણેય બાળકોને સારવાર માટે હોસ્પિટલ લઇ દોડ્યા હતા.

error: Content is protected !!