Tuesday, 01/07/2025
Dark Mode

દાહોદ જિલ્લાની માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને ઉત્તર બુનિયાદી શાળાઓમાં પ્રવાસી શિક્ષકો દ્વારા શિક્ષણ આપવા જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરાઈ

દાહોદ જિલ્લાની માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને ઉત્તર બુનિયાદી શાળાઓમાં પ્રવાસી શિક્ષકો દ્વારા શિક્ષણ આપવા જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરાઈ

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દાહોદ તા.20

દાહોદ જિલ્લામાં આવેલ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક અને ઉત્તર બુનિયાદી શાળાઓમાં પ્રવાસી શિક્ષકો દ્વારા શિક્ષણ આપવા તાત્કાલિક અસરથી આદેશ કરવામાં આવે તે માટે દાહોદ જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા દાહોદના જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે.

ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય તારીખ 1 જાન્યુઆરી 2021 થી ચાલુ કરવાના આદેશો સાથે દાહોદ જિલ્લામાં પણ ધોરણ 10 અને 12 ની શાળાઓ ફરી ધમધમતી થઇ છે.અને જાણવા મળ્યા પ્રમાણે ધોરણ નવ અને 11 આ વર્ગો પણ ટૂંક સમયમાં ચાલુ થનાર છે.ઓનલાઇન શિક્ષણની સામે ઓફલાઈન શિક્ષણ અપાય તે માટે સ્કૂલોમાં શિક્ષકોની ખોટ પૂરવા પ્રવાસી શિક્ષકોની ભરતી કરવામાં આવી રહી છે.આ તમામ સંદર્ભે દાહોદ જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને આપવામાં આવેલ લેખિત અરજીમાં જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યના અન્ય જિલ્લાઓમાં પ્રવાસી શિક્ષકો નો મહેકમ મંજૂર કરી શિક્ષણ કાર્ય ન બગડે તે હેતુથી પ્રવાસી શિક્ષકો ને ચાલુ રાખેલ છે. તો દાહોદ જિલ્લામાં આવેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તેમજ ઉત્તર બુનિયાદી શાળાઓમાં પ્રવાસી શિક્ષકો દ્વારા શિક્ષણ આપવા તાત્કાલિક અસરથી આદેશ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

error: Content is protected !!