Saturday, 12/07/2025
Dark Mode

લીમખેડા તાલુકાના બારા ગામે થતાં બાળ લગ્ન અટકાવી વાલીઓને સમજાવ્યા

લીમખેડા તાલુકાના બારા ગામે થતાં બાળ લગ્ન અટકાવી વાલીઓને સમજાવ્યા

નીલ ડોડીયાર :- દાહોદ 

દાહોદ તા.૧૭

દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના બાર ગામે બાળ લગ્ન થતાં હોવાની ફરિયાદ બાળ લગ્ન પ્રતિબંધક કચેરીને થતાં કર્મચારીઓ સહિત પોલીસ સ્ટાફ સ્થળ પર દોડી ગયાં હતા અને પરિવારજનોને બાળ લગ્નની જાેગવાઈ અંગેની સમજ આપી આ બાળ લગ્ન અટકાવ્યાં હતાં.

લીમખેડા તાલુકાના બારા ગામે થતાં બાળ લગ્ન અટકાવી વાલીઓને સમજાવ્યાદાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને તેમાંય જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ઘણા લોકો સરકારના કાયદા અને કાનુન વિશે મહદ અંશે જાગૃત ન હોવાને કારણે અનેકવાર કાયદાનો ભંગ પણ કરી દેતાં હોય છે ત્યારે લીમખેડા તાલુકાના બાર ગામે બાળ લગ્ન થતાં હોવાની ફરીયાદ બાળ લગ્ન પ્રતિબંધક કચેરીને થઈ હતી અને આજરોજ બારા ગામે જ્યાં બાળ લગ્ન થતાં હતા ત્યા પોલીસ કર્મચારીઓ સાથે સ્ટાફ પહોંચી ગયો હતો. બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી આર.પી.ખાંટના આદેશ હેઠળ તેમજ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શાંતિલાલ તાવીયાડના માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગના સંકલન સાથે ટીમ બનાવવામાં આવી હતી.એ.જી.કુરેશી લીગલ કમ પ્રોબેશન ઓફિસરના નેતૃત્વમાં આ બાળ લગ્ન અટકાવવાની સમગ્ર કામગીરી કરવામાં આવી હતી. બાળ લગ્નની જાેગવાઈ વિશે બંન્ને પરિવારોને સમજ પુરી પાડવામાં આવી હતી જેમાં બાળકની ઉંમર ૨૧ અને બાળકીની ઉંમર ૧૮ વર્ષ પુર્ણ થાય ત્યાર પછીજ લગ્ન કરાવવા જાેઈએ તેવી વાલીઓને સમજ આપી આ બાળ લગ્ન અટકાવવામાં ટીમ સફળ રહી હતી.

—————–

error: Content is protected !!