Thursday, 21/11/2024
Dark Mode

દાહોદ:કરોડો રૂપિયાના કૌભાંડની ચર્ચાઓની વચ્ચે નગરને હરિયાળું બનાવવા કરાયેલ પ્લાન્ટેશનમા મોટા પાયે ખાયકીની બૂમ: ઉચ્ચ સ્તરેથી તલસ્પર્શી તપાસ થાય તો મસમોટું ભોપાળું બહાર આવવાની સંભાવના

દાહોદ:કરોડો રૂપિયાના કૌભાંડની ચર્ચાઓની વચ્ચે નગરને હરિયાળું બનાવવા કરાયેલ પ્લાન્ટેશનમા મોટા પાયે ખાયકીની બૂમ: ઉચ્ચ સ્તરેથી તલસ્પર્શી તપાસ થાય તો મસમોટું ભોપાળું બહાર આવવાની સંભાવના

 દાહોદ લાઈવ….

દાહોદ તા.29

દાહોદ નગરપાલિકાની ટર્મ પૂર્ણ થઇ ગઈ છે. અને આગામી ટર્મ સુધી ચીફ ઓફિસરની વહીવટદાર તરીકે નિમુણક કરવામાં આવી છે. તેમજ આગામી ચૂંટણીને ધ્યાને લઇ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીની તૈયારીઓમાં જોતારાયેલા જોવા મળી રહ્યા છે. અને કેન્દ્રની મહત્વકાંશી સ્માર્ટસીટીની વિવિધ યોજના અંતર્ગત વિવિધ વિકાસ કાર્યો હાલ પ્રગતિ પર છે. પરંતુ આ બધા માહોલની વચ્ચે દાહોદ નગરને હરિયાળુ બનાવવા માટે દાહોદ શહેર સહીત આસપાસના વિસ્તારોમાં કરવામાં આવેલા વિવિધ પ્લાન્ટેશનમાં લાખો રૂપિયા ખવાઈ ગયા હોવાની ચર્ચાઓ થી હાલ પાલિકા સહીત સુધરાઈ સભ્યોમાં ખળભળાટની મચી જવા પામ્યો છે. ત્યારે દાહોદ નગરપાલિકામાં ચીફ ઓફિસરે ટૂંકાગાળામાં કરેલા વધુ એક કૌભાંડની ચર્ચાઓની સાથે છૂપો ગણગણાટ જોવા મળી રહ્યો છે.દાહોદ નગરપાલિકાના તત્કાલીન ચીફ ઓફિસર દ્વારા તેમના મળતીયાઓને કરોડો રૂપિયાની એક શાખાની ગ્રાન્ટ બીજી શાખામાં લઇ બારોબાર પધારાવી દીધા બાદ, ઇન્દોર અમદાવાદ રોડ પર આવેલા ડમ્પીંગ યાર્ડના બાંધકામમાં પણ ટેન્ડરિંગ પ્રક્રિયા કર્યા વગર પોતાના મળતીયાઓને દ્વારા ડમ્પીંગ યાર્ડ બનાવી લખલુંટ પૈસા બનાવ્યા હોવાની ચર્ચાઓ હાલ પાલિકા સહીત નગરજનોમાં ચર્ચાઈ રહી હતી.ત્યારે વધુ ચીફ ઓફિસરે સરકારી ધારાધોરણોને નેવે મૂકી પોતાના મળતીયાઓને જોડે ભેગા મળી શહેરમાં વિવિધ પ્લાન્ટેશનમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતીઓ આચરી વિવિધ પ્લાન્ટેશનમાં લાખો રૂપિયાનુ ચૂનો ચોપડ્યો હોવાની વાતો ઉઠવા પામી છે. ત્યારે પાલિકામાં કૌભાંડોને લઇ અંદરો અંદર કંઈક રંધાઈ રહ્યું છે.ત્યારે આ મામલે રાજ્ય સરકાર તેમજ ગુજરાત મ્યુન્સિપલ બોર્ડ દ્વારા આ કૌભાંડોની તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવે તો મસમોટુ ભોપાળું બહાર આવવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

વધુમાં મળતી માહિતી અનુસાર દાહોદ શહેરને હરિયાળુ બનાવવા માટે કરેલા પ્લાન્ટેશનમાં ઓફલાઈન કે ઓનલાઇન ટેન્ડરિંગ પ્રકિયામાં કોઈ સ્પષ્ટિકરણ જોવા મળતું નથી, નગરમાં કરવામાં આવેલા વિવિધ પ્લાન્ટેશનના ભાવોમાં, મેન્ટેનેસની શરતોની ચકાસણી કર્યા વગર પ્રમાણ પત્ર આપી દીધા હોવાનું જાણવા મળેલ છે. તેમજ આ બધા કામોના ચુકવણામાં પણ ગેરરીતી આચરાઈ હોવાની લાગી રહ્યું છે. ત્યારે દાહોદ શહેરને હરીયાળુ તેમજ સુંદર બનાવવા માટે વિવિધ પ્લાન્ટેશનમાં થયેલા કામોની વિસ્તૃત જાણકારી માટે કેટલાક લોકોની રજૂઆત બાદ કંઈક રંધાયું હોવાની સંભાવનાઓની વચ્ચે હાલ નગરમાં તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ત્યારે આ મામલે ઉપલા લેવલેથી આવનારા સમયમાં કેવા પ્રકારના પડઘા પડે છે. તે જોવું રહ્યું

error: Content is protected !!