ફતેપુરામાં કુટુંબ નિયોજન ઓપરેશન બાદ મહિલાને રિક્ષામાં લઇ જવાતા ખળભળાટ:અર્ધબેભાન મહિલાને એમ્બ્યુલન્સને બદલે રિક્ષામાં મોકલવામાં આવતા આશ્ચર્ય

Editor Dahod Live
2 Min Read

 હિતેશ કલાલ :- સુખસર 

દાહોદ તા.૨૪

એક તરફ સરકાર મહિલાઓના ઉધ્ધાન માટે અનેક યોજનાઓ બહાર પાડે છે. મહિલાઓની સ્વાસ્થ્યની ચિંતા કરી સરકાર દ્વારા અનેક યોજનાઓ થકી સુવિધાઓ પણ પુરી પાડવામાં આવી રહી છે ત્યારે આદિવાસી બાહુલ્ય ધરાવતાં દાહોદ જિલ્લામાં જાણે મહિલાઓની કોઈ

સારસંભાળ કે ચિંતા કરવામાં આવતી નથી. આ સવાલ એટલે ઉભો થયો છે કે, દાહોદ જિલ્લાના નાનકડા ગામ એવા ફતેપુરામાં કુટુંબ નિયોજનના ઓપરેશન બાદ મહિલાને રીક્ષામાં લઈ જવામાં આવી રહી છે. આજનો બનાવ એવો છે કે, ફતેપુરા સરકારી દવાકાના ખાતે કુટુંબ નિયોજનનું ઓપરેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો જેમાં ૩૦ જેટલી મહિલાઓનું ઓપરેશન કરવામાં આવ્યું હતુ ત્યાર બાદ મોડી સાંજે મહિલાને ઓપરેશન બાદ પરિવારજનો દ્વારા રીક્ષામાં લઈ જવાની ફરજ પડી હતી. આપરેશન બાદ અર્ધ બેભાન મહિલાને કડકડતી ઠંડીમાં રીક્ષામાં લઈ જવાતા ખળભળાટ મચી જવા પામ્યો હતો જે મહિલા અર્ધ બેભાન થઈ ગઈ હતી તેના સ્વજનો દ્વારા જણાવ્યા અનુસાર, સરકારી હોસ્પિટલમાંથી કોઈ એમ્બ્યુલંશની સુવિધા પુરી પાડવામાં આવી નથી અને એમ્બ્યુલંશ આવવામાં વાર લાગશે તેવા જવાબો હોસ્પિટલના સત્તાધિશો દ્વારા આપવામાં આવતાં હતા. મહિલાનું ઓપરેશન થઈ ગયા બાદ પણ કલાકોનો સમય વિતી ગયા છતાં કોઈ એમ્બ્યુલંશ ન આવતાં અને મહિલાની તબીયત લથડતાં આખરે મહિલાના સ્વાસ્થ્યને ધ્યાનમાં લઈ મોડી સાંજના સમયે સ્વજનો દ્વારા રીક્ષા કરી મહિલાને ઘરે લઈ જવાની ફરજ પડી હતી. મહિલાને અર્ધ બેભાન હાલતમાં રીક્ષામાં લઈ જવાતા ઉપસ્થિત સૌ કોઈમાં આશ્ચર્ય ફેલાયું હતું.

——————

Share This Article