Wednesday, 30/10/2024
Dark Mode

ઝાલોદ:હિરેન પટેલની હત્યા બાદ આઘાતમાં સરી પડેલા પત્નીનું પણ લાંબી માંદગી બાદ અવસાન,ત્રણ માસના ટૂંકાગાળામાં હસતો રમતો પરિવાર સત્તાની બલી ચઢ્યો

ઝાલોદ:હિરેન પટેલની હત્યા બાદ આઘાતમાં સરી પડેલા પત્નીનું પણ લાંબી માંદગી બાદ અવસાન,ત્રણ માસના ટૂંકાગાળામાં  હસતો રમતો પરિવાર સત્તાની બલી ચઢ્યો

  દાહોદ લાઈવ ડેસ્ક…..

ગૃહ મંત્રી એ સાંત્વના તો આપી પણ, બીજા જ દિવસે હિરેન પટેલની પત્ની બીના બેન નું અવસાન,હિરેન પટેલની હત્યા બાદ લાંબી માંદગી બાદ સોમવાર સવારે અંતિમ શ્વાસ લીધા,પરિજનો સહિત સમગ્ર પંથક માં ઘેરા શોક ની લાગણી.

ઝાલોદ તા.21

ઝાલોદ પાલિકા ના પૂર્વ ઉપપ્રમુખ તથા કાઉન્સિલર હિરેન પટેલ ની ત્રણ માસ પૂર્વે હત્યા થઈ હતી. આ હત્યા નું કારણ પાલિકા માં વ્યાપેલા ભ્રષ્ટાચાર હોવાનું જ પ્રાથમિક તપાસ માં બહાર આવ્યું હતું. તો પાલિકા સાથે સંકળાયેલા લોકો જ આ હત્યા માં સામેલ હોવાનું પણ બહાર આવ્યું હતું.

રવિવારે ઝાલોદની ડીવાયએસપી કચેરીના ખાત મુહુર્તમાં આવેલા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પરિવારને સાંત્વના પણ પાઠવી હતી.તો દોષિતોને કોઈ પણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં તેવી પરિજનોને રૂબરૂમાં જઈ અને ખાતરી આપી હતી.

હિરેન પટેલની કસમયે મોતના આઘાત બાદ બીના બેન માંદગીમાં સરી પડ્યા હતા. અને ગૃહમંત્રીની મુલાકાતના બીજા જ દિવસે એટલે કે આજે સોમવારના રોજ વહેલી સવારે બીનાબેનનું લાંબી માંદગી બાદ અવસાન થયું છે. ત્યારે એક જ પરિવારના બે સભ્યોની કસમયે થયેલા મોત ને પગલે પંથકમાં ઘેરા શોકની લાગણી છવાઈ છે. તો પાલિકાથી લઈને વિધાનસભા સુધી ભાજપાની સત્તા હોવા છતાં ને ત્રણ માસ પૂર્વે ભાજપાના જ અગ્રણી અને આગેવાનની હત્યા બાદ પણ ન્યાય માટે તરસી રહેલા પરિજનોને ભાજપા ન્યાય ના આપી સકી હોવાની લાગણી સાથે પંથકજનોમાં સત્તાધારીઓ સામે વ્યાપક રોષ ની લાગણી છે.

હિરેન પટેલ મર્ડર કેસમાં વોન્ટેડ આરોપી ઝાલોદની આસપાસ ફરતો હોવાની લોકમુખે ચર્ચાઓ 

હિરેન પટેલની હત્યાની તપાસમાં ઝાલોદ ના જ ઇમરાન ગુડાલાની સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું.અને પોલીસ ચોપડે તેને વોન્ટેડ પણ જાહેર કરવામાં આવ્યો છે.ત્યારે હત્યાની તપાસ સ્ટેટ એટીએસ,અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ,તથા સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમ લાગી ગયેલી હોવા છતાં આ આરોપી ઝાલોદની આસપાસ જ ફરતા જોવા મળ્યો હોવા છતાં મુખ્ય આરોપી પોલીસની પકડ થી દુર હોય, કંઇક રંધાયું હોવાનું પણ લોકોને લાગી રહ્યું છે.

માત્ર ત્રણ માસ માં જ હસતો રમતો પરિવાર સત્તા ની બલી ચડી ગયો

ઝાલોદ નગર પાલિકાની સત્તા ભાજપની તરફેણ માં લાવ્યાના એક માસમાં જ પાલિકાની સત્તામાં જેનો મહત્વનો ફાળો રહ્યો હતો.એવા હિરેન પટેલ ની હત્યા કરી દેવામાં આવી હતી.તો તેના જ ત્રણ માસમાં જ જ્યારે તેમના પત્ની બીનાબેનનું લાંબી માંદગી બાદ અવસાન થતા હિરેન પટેલનો હસતો રમતો પરિવાર સત્તાની બલી ચઢી ગયો હતો.અને માત્ર હવે તેમનો પુત્ર પંથ એકલો જ રહી ગયો હોઈ નગરજનો એ પણ પંથ ને સાંત્વના પાઠવી હતી.

error: Content is protected !!