નોરતાના પ્રારંભે મેઘરાજાની એન્ટ્રીથી ખેલૈયા દ્વિધામાં :આયોજકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું

Editor Dahod Live
2 Min Read

નોરતાના પ્રારંભે મેઘરાજાની એન્ટ્રીથી ગરબા રસિકો  દ્વિધામાં : હવામાન વિભાગની આગાહી વચ્ચે ગરબા રસિકો  તેમજ  આયોજકોમાં ચિંતાનું મોજું

દાહોદ ડેસ્ક તા.૩૦

માં આદ્યશક્તિના નોરતાના આરંભે દાહોદ શહેરમાં મેઘરાજા ખામૈયા કરતાં નથી તેવા સમયે ખૈલેયાઓ તેમજ આયોજકો મુંઝવણમાં મુકાયા છે. ગરબા મંડળોનું ડેકોરેશન વિગેરે પાછળ લાખ્ખોનો ખર્ચ કર્યા બાદ આગામી દિવસોમાં મેઘરાજાનુ આવું સ્વરૂપ રહેશે તો ગરબા રસિકો તેમજ આયોજકોનું આયોજન વરસાદી પાણી સાથે વહેતુ નહીં થઈ જાય તેવી ચિંતા પણ સતાવી રહી છે. ત્યારે હાલ તો મેઘરાજા ખામૈયા કરે તેવી દાહોદવાસીઓ તેમજ ગરબા રસિકો પ્રાર્થના કરી રહ્યા છે.

નવલા નોરતાનો ગઈકાલથી આરંભ થઈ ચુક્યો છે જાકે પ્રથમ નોરતુ હોવાથી દાહોદ શહેરના ગરબા મંડળોમાં એટલી ભીડ જાવા મળી ન હતી પરંતુ પ્રથમ નોરતે જ મેઘરાજાએ દર્શન દેતા આયોજકો તેમજ ગરબા રસિકો મુંઝવણમાં મુકાયા છે. આગામી દિવસોમાં પણ વરસાદ પડશે કે શું? જેવા વિચાર સાથે દાહોદવાસીઓ ચિંતામાં મુકાયા છે. હજુ બાકીના આઠ નોરતા બાકી છે ત્યારે આ દિવસોમાં વરસાદ ખામૈયા કરે તેવી પાર્થના કરી રહ્યા છે. ગરબાની રમઝટ બગડે નહીં તેવી આશા સાથે ખૈલેયાઓ આગામી દિવસોમાં ગરબાની રમઝટ માટે તૈયારીઓ પણ કરી રહ્યા છે. આજે બીજા નોરતે પણ સવારે મેઘરાજાએ સુર્ય નારાયણના દર્શન સાથે ઝાપટા સાથે આગમન કરતાં લાગી રહ્યુ છે કે, રાત્રીના સમયે પણ મેઘરાજા પધરામણી કરેશે. હાલ તો દાહોદ શહેરના ગરબા મંડળો તેમજ ગરબા રસિકોમાં વરસાદી માહૌલ વચ્ચે આયોજન કરી જ રહ્યા છે પણ નોરતાના બાકી દિવસોમાં પણ આવી જ પરિસ્થીતી રહી તો શું કરીશું? જેવા વિચાર સાથે હાલ માતાજીની ભક્તિમાં લીન બન્યા છે.

Share This Article